શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ મુળ રાજસ્થાનનો વતની રાજકોટના ગઢકા ગામે મકડાભાઈ ગમારાની વાડીએ રહી કુવાનું કામ કરતા ગોકુલસિંગ કેસરસિંગ રાવત (ઉ.વ.35) સાંજે સાતેક વાગ્યે ઉપરોકત વાડીએ કુવાનું કામ કરતો હતો ત્યારે પથ્થર માથે પડતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા બેભાન થઈ જતા તાકિદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સટેશનના હેડકોન્સ. ધર્મેશભાઈ ઢોલરીયા સહિતે જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અગાઉ આ વાડીમાં જ કામ કરતો હતો અને બાદમાં વતન જતો રહ્યા બાદ હાલ ફરીથી બાર દિવસ પહેલા કુવાના કામ માટે આવ્યો હતો.મૃત્યુ પામનાર ગોકુલસિંગ ચાર ભાઈમાં નાનો અને અપરિણીત હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત
શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ…
