શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલ દૂધેશ્ર્વર મંદિર પાસે રહેતા યુવાને મોબાઈલના હપ્તાની ચિંતામાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલા દુધેશ્ર્વર મંદિર પાસે રહેતા શ્યામ વિનુભાઈ રાઠોડ નામના 18 વર્ષના યુવાને 12 હજારની કિંમતનો નવો મોબાઈલ લીધો હતો. જે મોબાઈલનો રૂા.1500નો હપ્તો ભરવાનો હતો. જે હપ્તાના પૈસાનો મેળ નહીં પડતાં યુવાને ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં બાલાજી મંદિર પાસે બળવંત મનોજભાઈ સોલંકી (ઉ.25)એ રાત્રીના સમયે ફિનાઈલ અને રામનાથપરામાં રહેતાં સતામશેખ (ઉ.27)એ કફની શિરપ પી લીધી હતી. બન્ને યુવકની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
