ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતાઓ યજમાન: ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી ગુજરાત મિરર, રાજકોટ,તા.18
પરીશ્રમ, સાહસ અને પ્રામાણીકતાનો સરવાળો કરી ભાગ્યરેખા બદલનાર સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આજે દરેક ક્ષેત્રમાં અગ્રેસર બન્યા છે.
પાટીદારો કુળદેવી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા પણ ધાર્મીક ઉત્સવોને સમાજ વિકાસ સાથે જોડી એક નવતર અભિગમ દ્વારા સામાજીક, શૈક્ષણિક અને સંગઠનની કેડી કંડારાય છે. 21 મી સદી જ્ઞાનની સદી તરીકે ઓળખાય છે ત્યારે ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે 3ર વિધા જમીનમાં 12પ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત ’જીવન વિદ્યાપીઠ’નું આગામી તા. 26 ને રામનવમી ના રોજ ભૂમી પૂજન થશે. તા. 21 થી 2પ માર્ચ દરમ્યાન ઇશ્વરીયા ખાતે ત્રીવેણી સમારોહનું અદભૂત આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં પાંચ દિવસીય રપ કુંડી મહાયજ્ઞ, રાજકોટ માં વસતા સમગ્ર કડવા પાટીદારોનું જ્ઞાતી સમૂહ ભોજન, ધર્મસભા, દાતા સન્માન, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ત્રિવેણી સમારોહમાં ભાગલેવા સમગ્ર પાટીદારોને આમંત્રણ આપવાના હેતુસર તાજેતરમાં મા ઉમિયાના ભવ્ય ઉમારથનું રાજકોટના વોર્ડવાઈઝ વિસ્તારોમાં રથયાત્રાનું પરિભ્રમણ દરમ્યાન કડવા પાટીદારો સહીત અન્ય સમાજના લોકોએ પણ ઉમારથનું ઉમળકાભેર ભવ્ય દિવ્ય સ્વાગત કર્યું હતુ. રાજકોટના આંગણે આ અનેરા અવસરના વધામણા કરવા પાટીદાર સમાજમાં થનગનાટ જોવા મળી રહયો છે.
ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા, મંત્રી જયેશભાઈ પટેલ એ જણાવ્યુ છે કે સિદસર ખાતે રજત જયંતિ મહોત્સવ વેળાએ શરૂૂ કરવામાં આવેલી ઉમિયા સમુધ્ધિ યોજન-ર અંતર્ગત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે ભવ્ય શૈક્ષણિક સંકુલ બનાવવાની કરાયેલી જાહેરાત ચરિતાર્થ થતી નજરે પડે છે. ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે 3ર વિધા જમીન પ્રાપ્ત કરવામાં આવી છે. આ વિશાળ જગ્યામાં પાટીદાર સમાજની ભાવી પેઢીના ધડતરનો પાયો નાંખવા માટે સરસ્વતી ધામ ’જીવન વિદ્યાપીઠ- રાજકોટનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. આ વિદ્યાસંકુલમાં મુખ્ય દાતા તરીકે જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવાર નો સહયોગ પ્રાપ્ત થયો છે.
રાજકોટના ત્રીજા રીંગ રોડ પર 3ર વિધા જમીનમાં આ અદ્યતન શૈક્ષણિક પ્રોજેકટ આકાર લઈ રહયો છે. 12પ કોરડના ખર્ચે નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ માં પ્રથમ તબબકામાં કડવા પાટીદાર 500 જેટલા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સરસ્વતી ધામ એવા જીવન વિદ્યાપીઠ- રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિશેષ સંકુલ, IAS, UPSC, GPSC, IIT, IIM,, માટેની તૈયારીઓ, હાઇસ્કૂલ કક્ષાએથી જ ઈંઅજ, ઈંઙજ વર્ગ 1-2 અધિકારીઓ માટેની તૈયારીઓ કરવા વિદ્યાર્થીઓને સજજ કરાશે. ઇશ્વરીયા શૈક્ષણિક પ્રોજેકટ ઉપરાંત ગુજરાતના એજયુકેશનનું હબ ગણાતા અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર 11400 ચો.વાર મોકાનું ઉમા હોસ્ટેલ સંકુલનું નિર્માણ થનાર છે. આશરે 125 કરોડના ખર્ચે નિર્માણાધીન આ પ્રોજેકટ માં પાટીદાર યુવક-યુવતીઓ માટે સુવિધાયુકત હોસ્ટેલ બિલ્ડીંગ બનશે. જેના 100 મીટરના અંતરે મેટ્રો રેલ્વે સ્ટેશન, મેટ્રો કનેટીવીટી, ગીફટ સીટી થી નજીક નોલેજ કોરીડોર બનશે. જેમાં પ્રારંભીક તબબકામાં 500 જેટલા દિકરા-દિકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે.સવા દાયકા પછી આગામી તા. 21 થી 2પ માર્ચ દરમ્યાન યોજાનાર ’ત્રિવેણી સમારોહ’ માં રાજકોટ વસતા પાટીદાર પરિવારોનું સમૂહ જ્ઞાતી ભોજન યોજાશે.
ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, તથા મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યુ છે કે રાજકોટ શહેરના 30,000 થી વધુ પરિવારો તેમજ સૌરાષ્ટભરના રાજકીય, સામાજીક અને સંસ્થાકીય પાટીદાર અગ્રણીઓ, કાર્યકરો રાજકોટમાં સમૂહ ભોજન પ્રસાદ લેશે. આ સમૂહ ભોજન પાંચ તબકકામાં યોજાશે.બપોરે 3 થી સાંજે 8 કલાકે યોજાનારા આ જ્ઞાતી સમુહ ભોજનમાં પાંચ દિવસ દરમ્યાન રાજકોટ શહેરના વોર્ડવાઇઝ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં તા. 21 ને શનિવારે વોર્ડ નંબર 1, 2, 3,4,5,6,7 અને 8 તા. રર ને રવિવારે વોર્ડ નંબર 9, તા. 23 ને સોમવારે વોર્ડ નંબર 10, 13,14,15, 16, 17 અને 18 તા. 24 ને મંગળવારે વોર્ડ નંબર 11 તા. 2પ ને બુધવારે વોર્ડ નંબર 12 ના કડવા પાટીદારો મહાયજ્ઞ દર્શન, સહીત સમૂહ ભોજનનો લ્હાવો લેશે.
આજે રેસકોર્સથી શ્રીનાથધામ હવેલી સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા
રાજકોટના રાજમાર્ગો પર આજે જગત જનની મા ઉમિયા નંદીની સવારીએ રથમાં બિરાજમાન થઇ સૌને આર્શીવાદ આપવા નગરયાત્રા કરી હતી. આ શોભયાત્રા રમેશ પારેખ રંગમંચ રેસકોર્સ ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ ત્યાથી બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ સર્કલ, બાનલેબ ઓફીસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, 150 ફુટ રીંગ રોડ, નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઇન રોડ, ભીમનગર ચોક સર્કલ થઈ સ્પીડવેલ ચોક શ્રીનાથધામ હવેલી ખાતે પૂર્ણાહુતી થઈ હતી.
રામનવમીથી 111 દિવસ ઉમા-શારદા અનુષ્ઠાન, 51 કરોડ મંત્રલેખન જાપ દ્વારા ઉમા ઈંટ બનશે
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારોના વસવાટ કરી રહયા છે. આગમી તા. ર1 થી રપ માર્ચ રાજકોટ થી 13 કી.મી. દુર આવેલા ઇશ્વરીયા ખાતે ઉમિયા માતાજી મંદિર દ્રારા 3ર વિધા જમીનમાં નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ નું ભૂમીપૂજન, રપ કુંડી મહાયજ્ઞ, તથા રાજકોટ શહેરના જ્ઞાતિ સમૂહ ભોજન તથા ભૂમિ દાતાઓ ના સન્માન સહીતનો ત્રિવેણી સમારોહ પ્રસંગે ઉમિયાધામ સિદસર દ્રારા પણ ધાર્મીક ઉત્સવોને સમાજ વિકાસ સાથે જોડી એક નવતર અભિગમ દ્રારા સામાજીક, શૈક્ષણિક અને સંગઠનની કેડી કંડારી છે. સમાજ વ્યવસ્થાને મજબુત બનાવી સંગઠન થકી સમાજનો વિકાસ સાધવાનો ધ્યેય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્રારા અગ્રસર રહયો છે. તેમ જણાવતા ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ કહયુ છે કે સમાજના વિકાસ માટે પાયાની જરૂરીયાત શિક્ષણનો વિકાસ છે. મા ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધના થકી નવી પેઢી શિક્ષિત-દિક્ષીત બની સમાજ અને રાષ્ટ્રવિકાસમાં ભાગીદાર બને તે હેતુસર રામનવમી થી અષાઢી બીજ તા. 26 માર્ચ થી 16 જુલાઇ-2026 દરમ્યાન 111 દિવસ ઉમા-શારદા અનુષ્ઠાન અભિયાનનો નવતર પ્રયોગ કરાશે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ શહેર તાલુકા ગ્રામ્ય સંગઠન સમિતિ દ્રારા ઉમાઈંટ, મંત્ર લેખન બુક, પત્રિકા, સ્ટીકર, રેશમી કાપડ, કુભાંનાડુ, સહીતની કીટ તમામ કડવા પાટીદારોના ઘેર-ઘેર રામનવમી પહેલા પહોંચાડવાની કામગીરી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ઉમિયા સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ જણાવ્યુ છે કે તાલુકા શહેર કક્ષાની ઉમિયા સંગઠન સમિતિઓ સુધી મંદિર ટ્રસ્ટ દ્રારા સાહીત્ય પહોંચાડવામાં આવશે. આ સંગઠન સમિતિઓ ગ્રામ્ય સમિતિ સુધી કીટ વિતરણ કરશે. ગ્રામ્ય કક્ષાએ કડવા પાટીદારોની મીટીંગો યોજી ઉમા-શારદા અનુષ્ઠાનનો હેતુ, સ્વરૂૂપ અને આયોજન અંગે જાણકારી આપશે. તેમજ ઉમાઈંટ ને સુંદર કાપડમાં સજજ કરી પાટીદારોના ઘેર-ઘેર પહોંચાડશે.
પાંચ દિવસીય 2પ કુંડી મહાયજ્ઞ
રાજકોટ થી 13 કી.મી. દૂર આવેલા ઇશ્વરીયા ખાતે ઉમિયા માતાજી મંદિર દ્વારા 32 વિઘા જમીનમાં નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ ના ભૂમીપૂજન પ્રસંગે તા. ર1 થી રપ માર્ચ ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય રપ કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ છે. ઈશ્વરીયાના શૈક્ષણિક પ્રોજેકટ માં ભૂમી દાન આપનાર દાતા પરિવારો આ મહાયજ્ઞમાં યજમાન બનશે. ત્રિવેણી સમારોહમાં બપોરે 1 થી પ દરમ્યાન મહાયજ્ઞ દર્શન તેમજ પ્રદક્ષિણાનો લાભ દર્શનાર્થીઓ લઇ શકશે. શાસ્ત્રોકત વૈદિક મંત્રોચ્ચારના આધ્યાત્મીક અલૌકીક વાતાવરણમાં મહાયજ્ઞમાં યજમાન પરિવારો દ્વારા સરસ્વતી પૂજન યજ્ઞ આહુતીઓ અપાશે. ઈશ્વરીયા શૈક્ષણિક પ્રોજેકટના મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવાર મુખ્ય યજમાનનો લ્હાવો લેશે.
