રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી

ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને…

ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા

આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને રોણકી ગામે ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતા હિતેશભાઈ ગોવિંદભાઈ પાટડીયા (ઉ.વ.31)એ વ્યાજે લીધેલી રકમના મુદ્દે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી રૂૂબરૂૂ અને ફોનમાં ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આજી ડેમ પોલીસે હિતેશભાઈની ફરિયાદ પરથી વિરમ ભરવાડ, ભરત બોસરીયા (રહે. બંને માલધારી સોસાયટી પાસે), ભરત લાવડીયા (રામપાર્ક), ભુપત સેગલીયા, સાગર જલુ અને દેવરાજ સોનારા (રહે. ત્રણેય રાધાકૃષ્ણ સોસાયટી, રામવન પાસે) સામે ગુનો દાખલ કર્યો હતો.

હિતેશભાઈએ પોલીસને જણાવ્યું કે તેને દોઢેક વર્ષ પહેલા રૂૂપિયાની જરૂૂરીયાત ઉભી થતા વિરમ પાસેથી કાર ગીરવે મુકીને રૂૂા. 1.65 લાખ મહિનાના 15 હજાર વ્યાજ ચુકવવાની શરતે લીધા હતા. આઠ માસ વ્યાજ ચુકવ્યું હતું. નવેક માસ પહેલા ભરત લાવડીયા પાસે બાઈક ગીરવે મુકી રૂૂા. 1.02 લાખ 10 ટકા લેખે લીધા હતા. જેના બદલે ચાર કોરા ચેક આપ્યા હતા. તેમજ છ માસ વ્યાજ ચુકવ્યું હતું. ત્યાર બાદ ત્રણેક વર્ષ પહેલા ભુપત પાસે સ્કૂટર ગીરવે મૂકી 10 કોરા ચેક આપી વ્યાજે રકમ લીધી હતી. જેને 45 હજાર ચૂકવ્યા હતા. છતાં તે સ્કૂટર અને ચેક પરત આપતો ન હતો.સાતેક માસ પહેલા સાગર પાસેથી સોનાની વીંટી અને ફોન ગીરવે મુકી 23 લાખ લીધા હતા. જેનું છ માસ દરમિયાન 10500 વ્યાજ ચુકવી દીધું હતું.

ત્યારબાદ ગઈ તા. 23-2-26ના દેવરાજ પાસેથી 20 હજાર અઠવાડીયાના 4 હજાર ચુકવવાની શરતે લીધા હતા. જેના બદલે 40 હજારની રકમ લખેલો ચેક આપ્યો હતો. તેણે ચેક અઠવાડીયાનું વ્યાજ ચુકવ્યા બાદ વ્યાજ નહીં ચુકવી શકતા તે એક હજાર પેનલ્ટી વસુલતો હતો. અને તેના ઘરે જઈ માતા અને પત્નીને ધાક-ધમકી આપતો હતો.હાલ આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *