સિવિલ હોસ્પિટલમાં ન્યૂરો સર્જન વિભાગના તબીબ પર હુમલો કરનાર આરોપી ઝડપાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હૂમલા મામલે આરોપી જયદીપ ચાવડાનું પોલીસ સમક્ષનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે ચિઠ્ઠી લખાવવા ગયો હતો ત્યારે ડો. પાર્થ પંડ્યાએ મા સમી ગાળો આપી હતી અને પેટના ભાગે તેની પાસે રહેલ પેન મારી હતી. જેથી મેં સામે વળતો પ્રહાર કર્યો હતો.
શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત તા.28 ડિસેમ્બરના રાત્રિના 1 વાગ્યા દરમિયાન દર્દીને બ્લડ ચઢાવવા બાબતે પરિચિતે ન્યૂરોસર્જન ડો. પાર્થ પંડ્યાને લાફા માર્યા હતા. ડોક્ટરને બેફામ માર માર્યાના ઈઈઝટ સામે આવ્યા હતા જે ઘટના બાદ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી જોકે ગુરુવારે સાંજે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી.
જોકે આરોપી જયદીપ ચાવડાની ધરપકડ બાદ તેને પોલીસ સમક્ષ ડોક્ટર સામે આક્ષેપ કરતી કબૂલાત આપી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે નેપાળી પરિવાર ડોક્ટર પાસે ચિઠ્ઠી લખાવવા ગયો હતો. પરિવાર ડોક્ટર પાસે આજીજી કરતો હતો પરંતુ ડોક્ટર ચિઠ્ઠી લખી દેવા માટે તૈયાર ન હતા. જે બાદ મેં પણ ડોક્ટરને ચિઠ્ઠી લખી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમના દ્વારા મારી સાથે ગાળાગાળી કરવામાં આવી અને પેન મારવામાં આવી. જેથી મેં વળતા પ્રહાર સ્વરૂૂપે માર માર્યો હતો. ઈઈઝટ ચેક કરશો તો હું બ્લડ બેંકમાંથી આવેલ કાગળ લઈને લખાવવા જતો હોય તેવું દેખાય છે. જોકે હવે સિવિલ અધિક્ષક દ્વારા નીમવામાં આવેલ તપાસ સમિતિની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યુ.
