જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા…

જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ફિયાઝભાઈની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી લાલા ખીમાણી સાથે ઘર છોડીને જતી રહી હતી. આ ઉપરાંત, લાલા ખીમાણી દ્વારા ફિયાઝભાઈને ફોન પર ધમકીઓ આપી પુત્રીને સોંપી દેવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા છે.

આ મામલે ફિયાઝભાઈને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર ફિરદોષ અને લાલા ખીમાણી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (પૂર્વ આઈપીસી કલમ 306 – આત્મહત્યા માટે દુષ્પ્રેરણ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જસદણ પોલીસે બંને આરોપીઓને અમદાવાદથી રાઉન્ડઅપ કર્યા છે. તેમને જસદણ લાવીને પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *