Connect with us

Sports

મહિલા બનીને મેડલ જીતનાર બોક્સર પુરુષ નીકળી!!

Published

on

ઇમાન ખલિફાનો મેડિકલ રિપોર્ટ લીક


પેરિસ ઓલિમ્પિક 2024માં 66 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને વિવાદ થયો હતો અને હાલ તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ઈમાન ખલીફા બાયોલોજિકલ રીતે પુરુષ છે કારણ કે તેના શરીરમાં એકસવાય ક્રોમોસોમ મળી આવ્યા છે.

ઈમાન ખલીફા હવે લીક થયેલા મેડિકલ રિપોર્ટના કારણે તપાસના ઘેરામાં આવી છે. અહેવાલ મુજબ, ખલીફ પાસે અંડકોષ અને એકસવાય ક્રોમોસોમ છે. તેમની અંદર કોઈ ગર્ભાશય નથી, જે સ્ત્રીઓમાં હોય છે. ખલીફ 5-આલ્ફા રિડક્ટેઝની ઉણપથી પ્રભાવિત છે, પેરિસમાં ઓલિમ્પિક દરમિયાન, ઈમાનના જેન્ડર વિશે ચર્ચા ત્યારે શરૂૂ થઈ જ્યારે તેની એક વિરોધીએ તેના મુક્કાને પુરુષ જેવા કહીને મેચ છોડી દીધી હતી. સાથે જ જાણીતું છે કે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (આઇબીએ) એ પહેલા જ ઈમાન મહિલા સ્પર્ધાઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Sports

ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે

Published

on

By

17 વર્ષ બાદ આફ્રો એશિયન કપ ટૂર્નામેન્ટ યોજાશે

હાલમાં ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં વર્ષો પછી ફરી એકવખત અનોખી ટૂર્નામેન્ટ રમાવા જઈ રહી છે. જેમાં ભારત પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટમાં વાપસી થવાની છે. આ અનોખી ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને બાબર આઝમ એક ટીમમાં રમતા જોવા મળી શકે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશન 17 વર્ષ પછી એશિયન અને આફ્રિકન દેશો વચ્ચે આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2007માં રમાઈ હતી. હવે આ ટૂર્નામેન્ટ લગભગ 2 દાયકા પછી ફરી એકવાર વાપસી કરવા જઈ રહી છે.

આ ટુર્નામેન્ટમાં એશિયા-11 આફ્રિકા-11 સાથે સ્પર્ધા કરે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશનના વચગાળાના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ ટૂર્નામેન્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે આફ્રિકન ટીમો ઇચ્છે છે કે આફ્રો એશિયા કપ ફરી એકવાર શરૂૂ થાય. આફ્રિકન ક્રિકેટ કાઉન્સિલ (અઈઅ) એ તેની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ટૂર્નામેન્ટને ફરીથી શરૂૂ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જ્યારે આફ્રો-એશિયા કપ છેલ્લે 2007માં રમાયો હતો, ત્યારે તે એશિયન ટીમે 3-0થી જીત્યો હતો. આ પછી આ ટૂર્નામેન્ટ 2009 માં યોજાવાની હતી, પરંતુ તે પછી તે થઈ શક્યું નહીં.

આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝન 2005માં રમાઈ હતી. પ્રથમ સિઝનમાં આ ટુર્નામેન્ટ 1-1 થી બરાબર રહી હતી. આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝનમાં એશિયા ઈલેવનની કમાન પાકિસ્તાની ખેલાડી ઇઝમામ ઉલ હકે સંભાળી હતી. આ હક ટીમમાં અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા સ્ટાર ભારતીયો રમતા જોવા મળ્યા હતા. તેમજ 2007માં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મોહમ્મદ આસિફ, મોહમ્મદ યુસુફ, શોએબ અખ્તર, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જેવા સ્ટાર્સ એશિયા-11માં જોવા મળ્યા હતા.

Continue Reading

Sports

ઓલિમ્પિક્સ-2036 અમદાવાદમાં રમાશે, ભારતે યજમાન બનવા IOCને લખ્યો પત્ર

Published

on

By

પ્રથમ વખત એવું બનશે કે ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન થશે

ભારતે 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (ઈંઘઅ)એ આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને એક સત્તાવાર પત્ર સુપરત કર્યો છે, જેમાં ભારતે ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ પગલા સાથે ભારતે ઓલિમ્પિકની યજમાની તરફ એક મોટું પગલું ભર્યું છે.


કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારત સરકારે આઇઓસીને 1 ઓક્ટોબરના રોજ લેટર ઓફ ઈન્ટેન્ટ દ્વારા ગેમ્સનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની જીતે છે, તો તે પ્રથમ વખત બનશે કે ભારતીય શહેરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું ભારત ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે. 3 મહિના પહેલા પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર સહિત 6 મેડલ જીત્યા હતા.


2032 સુધીના યજમાન નક્કી કરવામાં આવ્યા છે, 2036 માટે બિડિંગ કરવામાં આવશે. 2032 સુધીના ઓલિમ્પિક યજમાનોનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2032ની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવી છે. જ્યારે, 2028 ઓલિમ્પિક્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.


ભારતે અત્યાર સુધીમાં 2 એશિયન અને એક કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી છે. દેશે છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ પહેલા આપણા દેશમાં 1982 અને 1951ની એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Continue Reading

Sports

IPL 2025, વિરાટ કોહલી ફરી આરસીબીનો કેપ્ટન બનશે?

Published

on

By

2008થી IPL માં રમવા છતાંય ટ્રોફી જીતી શક્યા નથી

વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે અને તે આઈપીએલમાં આરસીબી ટીમ તરફથી રમે છે. તેણે પોતાની જોરદાર બેટિંગથી આરસીબી ટીમને ઘણી મેચો જીતાડવી છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેના નામે આવા અગણિત રેકોર્ડ છે, જે દુનિયાનો દરેક બેટ્સમેન બનાવવા માંગશે. પણ એક ઘા છે જે તેને હંમેશ સતાવતો રહેશે. તે 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તે આઈપીએલ ટ્રોફી જીતી શક્યો નથી.

કોહલીએ વર્ષ 2021માં જ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ તેના સ્થાને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં પણ આરસીબીનું કિસ્મત બદલાઈ શક્યું નથી. વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી ફરીથી આરસીબીનો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે અને તે બોલિંગમાં પણ સારા ફેરફારો કરે છે. મેદાન પર કોહલીની ચપળતા સ્પષ્ટ છે અને ટીમ મેનેજમેન્ટ સાથે તેનું તાલમેલ પણ સારું છે. કોહલીએ 2013 થી 2021 સુધી આરસીબીની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ ટીમ ચાર વખત પ્લેઓફમાં પહોંચી હતી.

વર્ષ 2016માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સિઝનમાં, કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને એકલા હાથે ટીમને ફાઇનલમાં લઈ ગઈ અને 973 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે આઈપીએલની 143 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેણે 66માં જીત મેળવી હતી અને 70 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. વિરાટ કોહલી 2008થી આઈપીએલમાં આરસીબી ટીમ તરફથી રમી રહ્યો છે. આઈપીએલની તમામ સિઝનમાં એક જ ટીમ માટે રમનાર તે એકમાત્ર ખેલાડી છે. અત્યાર સુધી તેણે 252 આઈપીએલ મેચોમાં 8004 રન બનાવ્યા છે જેમાં 8 સદી સામેલ છે.

Continue Reading
ગુજરાત2 mins ago

ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

રાષ્ટ્રીય4 mins ago

JEE એડવાન્સની પરીક્ષા હવે વિદ્યાર્થીઓ ત્રણ વખત આપી શકશે

ગુજરાત7 mins ago

રાજકોટમાં ત્રણ દિવસમાં 3206 નવા વાહનોનું વિક્રમી વેચાણ

રાષ્ટ્રીય12 mins ago

lVM લાઇસન્સધારક 7500 KG સુધીનું કોમર્સિયલ વાહન ચલાવી શકે: સુપ્રીમ કોર્ટ

આંતરરાષ્ટ્રીય15 mins ago

ટ્રમ્પની જીતથી શેરબજારમાં આતશબાજી, સેન્સેક્સ 80,500ને પાર, રૂપિયો ઊંધા માથે

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય1 hour ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

આંતરરાષ્ટ્રીય2 hours ago

બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પરિણામ કોચ ગંભીરનું ભાવિ નક્કી કરશે

Sports2 hours ago

ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે

આંતરરાષ્ટ્રીય1 hour ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

ગુજરાત5 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

રાષ્ટ્રીય6 hours ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

ક્રાઇમ3 hours ago

રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય5 hours ago

‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ

ગુજરાત7 hours ago

ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત

ગુજરાત3 hours ago

લખતરના ધણાદ ગામે ‘ખોટા મોબાઈલ નંબર કેમ આપ્યા’, કહી ખેતમજૂર પર ફાયરિંગ

ગુજરાત3 hours ago

સુરેન્દ્રનગરમાં ફટાકડાના રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને ભડાકે દીધા

Trending