વડોદરા નજીક પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજયભરમાં બ્રિજ ચકાસણીનો ધમધમાટ શરૂૂ થયો છે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ ટીમો આવી છે, બ્રીજ અને નાના પુલીયાઓને ચકાસી રહી છે ત્યારે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર 40 વર્ષ જુના જર્જરીત થયેલા આ બ્રીજ ની તસવીર આવનારી ટીમને અર્પણ છે.
અહીં હજૂ સુધી ટીમના દર્શન થયા નથી, બ્રીજ ની હાલત એટલી ખરાબ છે, કે લોખંડ ના સળીયા નિકળેલા જોઈ શકાય છે, સર્કલમાં નિકળેલા સળિયા નજરે પડે છે. બ્રીજ ની અંદર ના લોખંડના સળીયા બહાર નીકળીને રીતસર લટકી રહ્યા છે. જે આ બાબતની ગવાહી આપે છે કે બ્રીજ ની હાલત ખરાબ છે. તંત્રએ આ પુલ નું નિરીક્ષણ કરી ને તાત્કાલિક સેઇફ સ્ટેજે લઈ જવા માંગ ઉઠી રહી છે.
