બિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગ

  બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પટનામાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર એક બેકાબૂ થાર કારે રસ્તા પર…

 

બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પટનામાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર એક બેકાબૂ થાર કારે રસ્તા પર ભારે તબાહી મચાવી હતી. બેકાબૂ થારે અડધા ડઝનથી વધુ લોકોને કચડી નાખ્યા હતાં. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.. આ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ થારને આગ ચાંપી દીધી.

આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ થારને કબજે કરી આગ લગાવી દીધી હતી, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી હતી.માહિતી મળતાં, દાનાપુર પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી. પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો, અને વિસ્તારમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2009043765072392301?s=20

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, થાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતાં. સ્થાનિક સ્ટેશન વડા પ્રશાંત ભારદ્વાજે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને ફરાર ડ્રાઇવરની શોધ ચાલી રહી છે.

દાનાપુરના એસએચઓ પ્રશાંત કુમાર ભારદ્વાજે જણાવ્યું હતું કે ગોલા રોડ ટી-પોઇન્ટ નજીક એક થારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ વાહનને આગ લગાવી દીધી હતી. ફાયર ફાઇટર્સની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બે સાયકલ અને બે મોટરસાઇકલ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *