નશાખોર ચાલકનો આતંક, જામનગરથી ભાયાવદર વચ્ચે 18 વાહનોને ઉલાળ્યા

ભાયાવદરના અરણી રોડ પર પોલીસ ચેકિંગ દરમિયાન થારને અટકાવવાનો પ્રયાસ કરતા ભાગ્યો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડયો, પીઆઈએ ચાલકને અટકાવવા રીવોલ્વર કાઢવી પડી રાજકોટના…

ભાયાવદરના અરણી રોડ પર પોલીસ ચેકિંગ દરમિયાન થારને અટકાવવાનો પ્રયાસ કરતા ભાગ્યો

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડયો, પીઆઈએ ચાલકને અટકાવવા રીવોલ્વર કાઢવી પડી

રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે (30 ફેબ્રુઆરી) સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા.બેફામ થાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો.
શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનનો અડફેટે લઈ ફરાર થયો હતો. જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને ટક્કર મારી હતી. થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઈન્સપેક્ટરે રિવોલ્વર કાઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા ( થાર ચાલક) દારૂૂના નશામાં બે-ફીકરાઈથી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર (GJ-10-EC-7215) લઈને નીકળ્યો હતો. જેણે શેઠ વડાળા પંથકમાં દારૂૂના નશામાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જેને લઈ શેઠ વડાળા પોલીસની ’112’ વાન તેનો પીછો કરી રહી હતી. આ અંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી. જે બાદ PI વી.સી. પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી.

એટલું જ નહીં PI વી.સી પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઉભા હતા. ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા એટલે કે અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે થાર ચાલકે ઉભા રહેવાને બદલે થારને પુરઝડપે ભગાવી અને બે-ફીકરાઈથી હંકારી મૂકી હતી. એ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે પહોંચ્યા ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી.

એ સમયે ત્યાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. સાથે જ કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોવા એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થાર રોકવા માટે ચાલકને ચેતવણી આપે છે. જો કે નશાની હાલતમાં થાર ચાલક હોવાથી થાર ભગાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે PI વી.સી પરમારે થાર ચાલકને અટકાવવા માટે રિવોલ્વર કાઢી હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. એ સાથે જ અન્ય પોલીસ કર્મચારી થારમાંથી ચાલકને બહાર કાઢે છે.

કલાકોની મહામહેનતે બેફામ થાર ચાલકને કાબૂમાં લેવામાં પોલીસને સફળતા મળી. એ સાથે જ બેફામ ડ્રાઈવિંગથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને બહાર કાઢી ’મેથીપાક’ પણ ચખાડ્યો હતો. જોકે, પોલીસે તુરંત મધ્યસ્થી કરી આરોપીને ટોળાના મારથી બચાવી લીધો હતો. અને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ચાલકનું નામ મહેન્દ્રસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું.

ભાયાવદર પોલીસે આરોપીનો કબજો શેઠ વડાળા પોલીસને સોંપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ હવાલાવાળી સફેદ કલરની કાર પણ જપ્ત કરવામાં આવી છે. રાજકોટ રેન્જ ઈંૠ અને જઙની સૂચના મુજબ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસોમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *