ઉનાના બે ગામમાં મધરાત્રે હથિયારધારી શખ્સોનો આતંક: ગ્રામજનોમાં ભયનો માહોલ

બંન્ને ગામના સરપંચે પોલીસ મથકમાં લેખીત રજૂઆત કરી ઉના તાલુકાના સીલોજ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બંને ગામના…

બંન્ને ગામના સરપંચે પોલીસ મથકમાં લેખીત રજૂઆત કરી

ઉના તાલુકાના સીલોજ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ઈઈઝટમાં કેદ થયેલા દૃશ્યો મુજબ, રાત્રે 1 વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં 8થી 10 બુકાનીધારી શખ્સો ગામમાં પ્રવેશે છે. આ શખ્સો ગાડીની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને ફરે છે. તેઓ તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે રાખે છે.મોટાડેસર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઇ શીંગડના જણાવ્યા મુજબ, આ શંકાસ્પદ લોકો ભૂંડ પકડવાનું કામ કરતા હોવાનું કહે છે. જો કોઈ ગ્રામજન તેમને જુએ તો હાઈસ્પીડમાં ગાડી ભગાવી મૂકે છે.

ગ્રામજનોએ આ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. રાત્રે કોઈ ચોરી કે છેડતીની ઘટના બને તો કોણ જવાબદાર તેવો સવાલ પણ ઉઠ્યો છે. ગ્રામ પંચાયતે આ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા અને રાત્રી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *