હિટ એન્ડ રન : ગ્રીનલેન્ડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત

માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતી ઘરે પરત ફરતાં મહિલાને નડ્યો જીવલેણ અકસ્માત મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પ્રોઢા માર્કેટ યાર્ડમાં…

માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતી ઘરે પરત ફરતાં મહિલાને નડ્યો જીવલેણ અકસ્માત

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પ્રોઢા માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રોઢાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા સુમલીબેન નગરુભાઈ બામણીયા નામના 45 વર્ષના પ્રોઢા સાંજના સાડા સાતેક વાગ્યાના રસ્તામાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક મોરબી રોડ પર અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે સુમલીબેન બામણીયાને જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સુમલીબેન બામણીયા મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને તેમના પતિ હયાત નથી તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. સુમલીબેન બામણીયા જુના માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરી ઘરે પરત ફરતા હતા તે દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી નજીક રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *