ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની સામે પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. મહિલાઓ કેરોસીનની બોટલો સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી.
ફરિયાદી મહેબૂબભાઈએ આરોપી અવેશ ગની દ્વારા ખંડણી માંગવાના અને ધમકી આપવાના વીડિયો અને ઓડિયો પુરાવા મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. આરોપી અવેશ વિરુદ્ધ હત્યા અને ધાકધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આરોપી પાસેથી પૈસા લઈને માત્ર સામાન્ય ફરિયાદ નોંધે છે. આ કારણે આરોપી જામીન મેળવી લે છે. ફરિયાદી મહેબૂબભાઈએ જણાવ્યું કે તેઓ મહિનાઓથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે.
મહેબૂબભાઈએ ચિંતા વ્યક્ત કરી છે કે અવેશ ગની તેમની હત્યા કરશે તો પણ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે. તેમણે ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય પગલાં નહીં લે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરશે.
