ભાણવડનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની…

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની ચોક વિસ્તારમાં રહેતા રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ નામના 20 વર્ષના મકરાણી યુવાનને એસ.ઓ.જી. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી રૂૂ. 152,800 ની કિંમતના 3.056 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

આ ગાંજો તેણે વિસનગરના રહીશ તાજમહંમદ જાનમહંમદ ફકીર નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેની અટકાયત કરી, તાજમહંમદ ફકીરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સાથે એસ.ઓ.જી. પોલીસ ની કાર્યવાહીમાં ઉપરોક્ત આરોપી રિઝવાન ઈસુબભાઈ બ્લોચના રહેણાંક મકાનમાંથી ચેકીંગ દરમિયાન પોલીસને રૂૂપિયા 34,857 ની કિંમતની વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 91 બોટલ મળી આવી હતી. આ દારૂૂ તેણે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત તેના કબજા માંથી રૂૂ. 330 ની કિંમતના 22 નંગ ગોગો પેપર પણ મળી આવ્યા હતા. જે અંગે ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા, એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બૈડીયાવાદરા, નિતેશભાઈ સાદીયા, સોમાભાઈ, સંજયભાઈ, શબાનાબેન અને વર્ષાબેનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *