દેશ વિદેશમા આચરવામાં આવતા સાયબર ક્રાઈમ નો ભોગ તળાજા જેવા નાના શહેરોના રહેવાસીઓ જે નિર્દોષ હોવા છતાંય ભોગબની રહ્યાછે.જે વ્યક્તિ ના બેંક એકાઉન્ટ હોય તેના બેંક એકાઉન્ટ અચાનક ફ્રીઝ કરી દેવામાં આવેછે.એહિની એકસિસ બેંકમાં ખાતું ધરાવતા મહિલા નું ખાતું અચાનક ફ્રીઝ કરી દેવામાં આવ્યું.તેઓએ બેંક નો સંપર્ક કર્યોતો ખબર પડીકે તેમના ખાતામાં હાલ માઇનસ 8 કરોડ થી વધુની રકમ બોલે છે. આંતરરાજ્ય પોલીસ દ્વારા બેંકને મળેલ સૂચના મુજબ ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.જેને લઈ હાલ ગ્રાહક હાલાકી ભોગવી રહ્યાછે.
સાયબર ગુન્હેગારો ના કારણે કદીન ધારેલ પરિસ્થિતિ બેંક ધારકોની સામે આવી રહી છે. બેન્કમાં આપણા પડેલા નાણાં લેવા જઈએ ને બેન્કના સત્તાધીશો આપણને એમ કહે કે તમને તમારા રૂૂપિયા નહિ મળે, એટલુંજ નહિ તમારા ખાતામાં માઇનસ 8 કરોડ ની રકમ બોલે છે, પોલીસે તમારું ખાતું હાલ ફ્રીઝ કરાવી દીધું છે. તો વ્યક્તિની સ્થિતિ શું થાય?આ કલ્પના નથી તળાજાના એકવ્યક્તિ સાથે બનેલ હકીકતની મળતી ચોંકાવનારી વિગત મુજબ દરબારગઢમાં રહેતા સુખી સંપન્ન ખેડૂત પરિવારના દિગ્વિજયસિંહ વાળા સાયબર માફિયાનો હાલ શિકાર બન્યા છે. તેઓએ જણાવ્યું હતુ કે પોતાના પત્નીનું અહીંની એકસિસ બેંકમા સેવિંગ એકાઉન્ટ છે. તેમા તેઓના રૂૂ.4.50લાખ જેટલી રકમ જમાપડી હતી.
દીકરા ના અભ્યાસ માટે ફી ભરવાની થતા તેઓ બેંકમાં ગયાત્યારે બેંકદ્વારા તેઓને ખાતુફ્રીઝ કરીદીધેલ હોવાનુ જણાવ્યું હતું.કારણ જણાવ્યું હતુ કે બેંક એકાઉન્ટમા માઇનસ રૂૂ.8,03,72,409.10 બોલે છે. આથી ખેડૂત પરિવારને પોતાના દીકરા ના અભ્યાસ માટે રાખેલ ફી ના રૂૂપિયા બેંક તરફ થી આપવામાં આવ્યા નહિ. આખા વર્ષ દરમિયાનનું બેંક એ સ્ટેટમેન્ટ કાઢી આપ્યું તો તેમા 16 લાખનું ટ્રાન્જેક્શ જ થયાનુ માલુમ પડે છે. ફ્રોડના મામલે ઉપર- આંતરરાજ્ય ની પોલીસ દ્વારા ખાતું બંધ કરાવવામાં આવ્યુ છે. સતાવાર રીતે 16 લાખનું જ આખાવર્ષ નું ટ્રાન્જેક્શ છતાંય બેંક હવે ખાતું ખોલવામાટે અવાર નવાર ધક્કા ખવડાવે છે. બેંક તરફથી ખાતું ખોલવા માટેની કાર્યવાહી મેઈલ દ્વારા કરવામા આવીછે.તેમ કહેવમા આવેછે.
