સુરત-કામરેજમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 8 કલાકમાં સાડા આઠ ઈંચ, સુરત શહેરમાં 7…

રાજ્યમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 8 કલાકમાં સાડા આઠ ઈંચ, સુરત શહેરમાં 7 ઈંચ અને સુરતના પલસાણામાં 6 ઈંચ વરસ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ 59 દરવાજા ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે.નવસારી તાલુકામાં 145 મિમી અને જલાલપોર તાલુકામાં 131 મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

ડાંગના સુબિર તાલુકામાં પણ 135 મિમી વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. આજે (7 જુલાઈ) પણ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

સુરત શહેરમાં ઘણા વિસ્તારોમાં ગરનાળા પાણીમાં ડૂબી ગયા હોવા છતાં લોકો તેને ક્રોસ કરીને સામે પાર જવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી. આવી સ્થિતિમાં ઘણીવાર બાઇક સ્લિપ થવાને કારણે કે વાહન બંધ પડવાને કારણે મુસાફરો પાણીમાં પડી જતા હોય છે. કોઈપણ પ્રકારની જાનમાલની હાની ન થાય તે માટે પોલીસની હાજરી અત્યંત જરૂૂરી છે. આથી ડી-સ્ટાફના માણસો અને પોલીસ સ્ટેશનના અન્ય તમામ કર્મચારીઓ સતત સ્થળ પર હાજર છે, જેથી કોઈપણ ઈમરજન્સીના સમયે નાગરિકોને તાત્કાલિક ઈમરજન્સી સેવાઓ પુરી પાડી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *