વિટામીન-ઇની આડમાં મેક્સિકોના ડ્રગ્સ માફિયાઓને મોકલતો
અમેરિકાના ન્યુયોર્કમાં સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલ બનાવવામાં સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોમાં મોકલવામાં આવતું હતું.સુરતની રેક્સટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ભાવેશ લાઠિયાની તપાસે કર્યા બાદ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ બંને કંપનીઓ ફેન્ટાનીલ રસાયણોની ગેરકાયદેસર રીતે એક્સપોર્ટ કરતી હતી. ભાવેશ લાઠિયાએ કસ્ટમ દ્વારા કરવામાં આવતી તપાસને બાયપાસ કરવા માટે વિટામિન સી સપ્લિમેન્ટ્સ અથવા એન્ટાસિડ્સ જેવી દવાઓ પર ખોટા લેબલ લગાડયા હતા.
રેક્સટર કેમિકલ્સે જૂન 2024માં ન્યૂયોર્કમાં વિટામિન સીસપ્લિમેન્ટ્સ હોવાનું એક શિપમન્ટ મોકલ્યું હતું.આ સિવાય વધુ એક 23 નવેમ્બર, 2024ના રોજ એન્ટાસિડ દવાનું ખોટું લેબલ લગાવેલું શિપમેન્ટ પણ મોકલવામાં આવ્યું હતું. તેમાં 20 કિલો લિસ્ટ વન કેટેગરીનું કેમિકલ હતું. જેનો ઉપયોગ ફેન્ટાનીલ રસાયણ બનાવવા માટે કરવામાં આવતો હતો. આ શિપમેન્ટ કથિત રીતે મેક્સીકન ડ્રગ કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. ફેન્ટાનીલ રસાયણ હેરોઈન ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ અને મોર્ફિન કરતાં 100 ગણું વધુ શક્તિશાળી છે.