શહેરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને હવે ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ગઈકાલે તમામ કોલેજોના આચાર્યો સાથે એક બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટરે ભાર મૂક્યો હતો કે વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિઓ, જેમાં યુદ્ધની સ્થિતિ અથવા અન્ય કોઈપણ આપત્તિનો સમાવેશ થાય છે, તેનો સામનો કરવા માટે સક્ષમ બનાવવા જરૂૂરી છે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને સ્વ-બચાવની તકનીકો અને કટોકટીની પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તવું તેની જાણકારી આપવામાં આવશે.
કલેક્ટર દ્વારા તમામ આચાર્યોને આ તાલીમ કોલેજોમાં શરૂૂ કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજોમાં ડિફેન્સની તાલીમ શરૂૂ કરવા માટે એક માળખું તૈયાર કરવાનો અને આચાર્યોના અભિપ્રાયો જાણવાનો હતો. આગામી સમયમાં આ અંગે વધુ આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી શકાય. આ પહેલ વિદ્યાર્થીઓને સુરક્ષા અને શિસ્તનું મહત્વ સમજવામાં મદદરૂૂપ થશે.
