31 ડિસેમ્બર 2024 ઈ કેવાયસી માટે છેલ્લી મુદત હતી પરંતુ સરકાર દ્વારા વખતોવખત મુદતમા વધારો કર્યા બાદ છેલ્લે 10 એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ સરકારના પોતાના સાધનો પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા વગેરે જેવી વિવિધ સંસ્થાઓનો સહારો લેવા છતાં પણ આજ દિવસ સુધી રાજ્યના 74 લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી પૂર્ણ થયું નથી આ માટે સરકારએ સસ્તા અનાજના વેપારી ભાઈઓને પણ એપ્લિકેશન વાપરવાની પરવાનગી આપી અને સસ્તા આનાજના વેપારી ભાઈઓ પર પણ ખૂબ દબાણ કર્યું હતું છતાં પણ આજ દિવસ સુધી સમગ્ર રાજ્યના એનએફએસએ રેશનકાર્ડધારકોનું લગભગ 70% સુધી માંડ ઈ કેવાયસી થઈ શક્યું છે.
આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જૂન 2025ના માસમાં જે લોકોનું ઈ કેવાયસી થયું હશે તેઓને જ જથ્થો આપવાનો છે એવી નીતિ હેઠળ સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓને જૂન 2025નો જથ્થો ફાળવવાનો થાય એ ફક્ત ઈ કેવાયસી કરેલા રાશનકાર્ડ ધારકોને જથ્થો મળે એટલો જ જથ્થો ફાળવવામાં આવ્યો છે સાથોસાથ સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ઈ કેવાયસીમા બાકી રહેલા રેશનકાર્ડધારકોએ ઝડપથી ઈ કહેવાયસી કરાવી લેવું એવું પણ સૂચવવામાં આવ્યું છે ત્યારે વિસંગતતા એવી થવાની છે કે જે કાર્ડ ધારકો ઈ કેવાયસીમાં બાકી છે તેઓ હાલમાં ઈ કેવાયસી કરશે અને ત્યારબાદ જૂન મહિનાનો પોતાનો જથ્થો લેવા સસ્તા અનાજની દુકાન ખાતે જશે ત્યારે તેમને મળવા પાત્ર જથ્થો સસ્તા અનાજની દુકાનમાં અગાઉથી પહોંચ્યો જ નહી હોય આવી પરિસ્થિતિમાં ફરી એક વખત રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે અને કાર્ડ ધારકોને પુરવઠા કચેરીના પણ ધક્કા થશે સરકારના અપૂરતા આયોજનના કારણે વારંવાર આવી પરિસ્થિતિનું સર્જન થાય છે મેં માસ દરમિયાન ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગે કરેલા પરિપત્ર મુજબ આવનારા ત્રણ મહિના અને વર્તમાન મે મહિના માટે ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જોડાયેલા રેશનકાર્ડ ધારકોને આપવાનો થતો જથ્થો મેં તથા જૂન 2025 આ બે મહિનામાં ચાર મહિનાનો જથ્થો વિતરણ કરવાની યોજના બનાવી છે જે અપૂરતો જથ્થો આળવવાના કારણે માથાના દુખાવા સમાન બની રહેશે ગરીબ કાર્ડ હોલ્ડરો ત્રાહિમામ થશે.
સરકાર ઘઉંનો ચાર માસનો જથ્થો ફાળવશે
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળતા ઘઉં ચોખાનો જથ્થો માત્ર બે મહિનામાં આગામી ચાર મહિનાનો જથ્થો પુરવઠા તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનના મારફત રાશનકાર્ડ હોલ્ડરને આપી દેવામાં આવશે મેં 2025 ના માસમાં મે માસ તથા જુન માસનો જથ્થો આપવામાં આવશે ત્યારબાદ પહેલી જૂન બાદ જુલાઈ માસ અને ઓગસ્ટ માસનો જથ્થો આપવામાં આવશે આમ મેં તથા જૂન આ બે માસમાં મે જૂન જુલાઈ ઓગસ્ટ એમ ચાર માસનો જથ્થો આપી દેવામાં આવશે આ જથ્થો ફક્ત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કિલો ઘઉં તથા ચોખા મફત આપવામાં આવશે એ જથ્થો ફાળવવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંડ મીઠું દાળ ચણા તેલ જેવી જન્સીઓવખતોવખત આપવામાં આવે છે એ જન્સીઓ રેગ્યુલર દર માસે મળે છે એવી રીતે તેનુ વિતરણ થશે આમ પાંચમા અને છઠ્ઠા મહિનામાં મેથી ઓગસ્ટ એમ ચાર મહિનાનું વિતરણ થઈ જશે.
