ગત એક માસમાં સરકારી દવાખાને 195 જેટલા લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા
સલાયામાં ગઈ કાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા 7 જેટલા લોકોને શ્વાને કરડવાના કેસ નોંધાયા હતા.જેમાં પગ અને પેટના ભાગે કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ લોકોએ સરકારી દવાખાને સારવાર લીધી હતી.જેમાં બે જેટલા વ્યક્તિને થોડી વધારે તકલીફ હોય ખંભાળિયા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યા હતા. માહિતી મુજબ ગયા જાન્યુઆરી માસમાં સરકારી દવાખાને 195 જેટલા વ્યક્તિઓને કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા.આમ દિવસેને દિવસે સલાયામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
