જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતા પુનિત રાજેશભાઈ કનખરા નામના 34 વર્ષના ભાનુશાળી યુવાને પોતાના ઘર ઉપર ઈંટ વડે પથ્થરમારો કરી પોતાની માતા બીનાબેન ને ઇજા પહોંચાડવા અંગે તેમજ વચ્ચે સમજાવવા પડેલા તેના કાકા વિમલભાઈ ને ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નજીકના વિસ્તારમાં જ રહેતા હિરેન નટવરભાઈ જોઈસર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી હિરેન પુનિતભાઈ ના ઘર પાસેથી બાઈક લઈને પસાર થતો હતો, તે સમયે પુનિતભાઈ ના પિતા રાજેશભાઈ કનખરા બાળકને બાલકની માં રમાડી રહ્યા હતા, જે દરમિયાન બાઈક ચાલકને એમ થયું કે તેને ઠપકો આપી રહ્યા છે. જેનું મનમાં રાખીને આ હુમલો અને હંગામો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
