બે ભાવિકો અને એક સા.કલ સવારને ઇજા થતા સારવારમા+ ખસેડાયા : પાંચ થી સાત શખ્સોએ કૃત્ય કર્યુ હોવાની રાવ : લોકોમાં ભારે રોષ
જામનગર ના સુભાષ બ્રિજ ઉપરથી આજે સવારે 9.00 વાગ્યાના અરસામાં પદયાત્રા કરીને દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રી સંઘ ઉપર નીચેથી એકાએક પથ્થર મારો થયો હતો, જેમાં બે પદયાત્રીઓને પથ્થર વાગતાં સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે એક સાયકલ સવારને પણ પથ્થર વાગ્યો હતો. જોકે બુમાબુમ થવાના કારણે પૂલની નીચેથી કેટલાક શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
હિંદુ સેના ના કાર્યકરોએ સૌપ્રથમ દોડી જઈ પદયાત્રીઓની મદદ કરી હતી, ઉપરાંત પોલીસ તંત્રને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો બનાવ સ્થળે તેમજ સુભાષ બ્રિજ ના આસપાસના વિસ્તારમાં પહોંચી ગયો છે, અને આ અધમ કૃત્ય કરનારની શોધખોળ શરૂૂ કરી છે. જેમાં એલસીબી ની ટુકડી પણ જોડાઈ છે.
દ્વારકાના દર્શને જતા પદયાત્રીઓ આજે સવારે 9.00 વાગ્યે જામનગરના સુભાષ બ્રિજ ઉપરથી પસાર થતા હતા, ત્યારે સવારના નવેક વાગ્યે નીચેથી પથ્થરોના ઘા થયેલા હતા. જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતાં બૂમાબૂમ કરી હતી, અને ઉપરથી અવાજ થતાં પૂલ નીચેથી 15 થી 20 વર્ષના 5 થી 7 શખ્સો દોડતા દેખાયા હતા.
જેની જાણ હિંદુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી. હાલ આવા પદયાત્રા ઉપર જતા શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો કરનારને તત્કાલ પકડી પાડવા તેમજ આવા પુલ કે રસ્તા નજીકના સ્થળો પાસે પોલિસ બંદોબસ્ત ગોઠવવા ની હિન્દુ સેનાએ પોલીસ પ્રશાસન પાસે માગણી કરી છે.
આ ગંભીરતાને લઈને હિન્દુ સેના દ્વારા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, તેમજ સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા ને વિગતવાર વર્ણન કરી ટેલિફોનિક જાણ કરી હતી. તેમજ પદયાત્રા કરીને ફરિ દ્વારકા તરફ પ્રયાણ કરનારા બે પદયાત્રીઓના મોબાઈલ નંબર મેળવીને પોલીસ તંત્રને આપ્યા હતા.
આ બનાવ બાદ પોલીસ તંત્ર એ પણ ખૂબ જ ગંભીરતા દાખવી હતી, અને પોલીસ તંત્ર દોડતું થયું છે.
સૌપ્રથમ ડીવાયએસપી ની સૂચનાથી સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી સુભાષ બ્રિજ ઉપર તેમજ સુભાષ બ્રિઝ નીચેના ભાગમાં દોડી ગયો છે, અને પથ્થર મારા નું અધમકૃત્ય કરનાર પથ્થબાજોને શોધી કાઢવા માટે તપાસ શરૂૂ કરી છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ને સમગ્ર બનાવવાની જાણ થવાથી તેઓએ એલસીબી ની ટીમને પણ કામે લગાડી હતી. જેથી એલસીબી ની ટુકડી પણ આ બનાવ બાદ સક્રિય બની છે, અને બનાવના સ્થળે પહોંચી ગઈ છે.
પૂલના નીચેના ભાગમાં ગેરેજ સહિતના ધંધાના સ્થળો આવેલા છે જ્યાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે. જે તમામ કેમેરાઓને ચકાસવાની અને પથ્થર મારો કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરી લેવામાં આવી છે.
