જોડિયા અને લાલપુર હાઇવે પરથી ખનીજ ચોરી કરતા 13 વાહન જપ્ત

જામનગર જિલ્લાના કેટલાક માર્ગો પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજ નો જથ્થો અને ખાસ કરીને રેતી નો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા…

જામનગર જિલ્લાના કેટલાક માર્ગો પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજ નો જથ્થો અને ખાસ કરીને રેતી નો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુધી પહોંચતા તેઓએ ધોરીમાર્ગો પર વોચ રાખવા ટીમ એસઓજીને સૂચના આપતા આજ સવારથી પીઆઈ બી.એન. ચૌધરી ના વડપણ હેઠળ ની એસઓજીની ટૂકડી દ્વારા જોડિયા થી જામનગર તરફના અને લાલપુર સહિતના ધોરીમાર્ગો પર વોચ ગોઠવાઈ હતી. નાયબ પોલીસ વડા ના જણાવ્યા મુજબ આજ બપોર સુધી માં અંદાજે બે કરોડ ની કિંમતના 13 થી વધુ ટ્રક કબજે કરી જુદા જુદા પોલીસ મથકોમાં રાખી દેવાયા છે. ઉપરાંત ધ્રાંગડા નજીક બિન વારસુ 350 ટન રેતી નો જથ્થો પણ એસ. ઓ. જી. પોલીસે કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી ને લઈ ને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *