રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કર વસુલતી કેન્દ્રીય એજન્સીઓ સક્રીય થઇ છે અને વેપારીઓ, બિલ્ડરો સહીતના ધંધાર્થીઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લગ્નની ઇવેન્ટ એજન્સીઓ બાદ રાજકોટમાં રમકડાના વેપારી પર તવાઇ બોલાવવામાં આવી છે. યાજ્ઞિક રોડ પરની સીમંધર ટોયઝમાં રાજકોટના વિભાગ-10ના જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ શો-રૂમ, ગોડાઉન સહીત છ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરાયા છે.
રાજકોટમાં જીએસટી વિભાગે રમકડાની પેઢી કાર્યવાહી હાથ ધરી છે. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિંધર ટોય્સ ઉપર સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડ્યા છે. પેઢી અને ગોડાઉન સહિત અડધો ડઝન સ્થળોએ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા રમકડાની પેઢીઓમાં હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. જીએસટી વિભાગે યાજ્ઞિક રોડ ,સાધુવાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂૂમ અને ગોડાઉનમાં મળી કુલ 6 સ્થળોએ તપાસ કરી છે. જેમાં જીએસટી વિભાગે 6 દુકાનો 1 દિવસ માટે સીલ કરી છે.
રમકડાના વેપારી દ્વારા મોટી કર ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે જીએસટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. સ્ટેટ જીએસટી દ્વારા મોડી રાત્રિ સુધી કાર્યવાહી બાદ દુકાન એક દિવસ માટે સીલ કરવામાં આવી છે. આજે પણ જીએસટી વિભાગ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અલગ-અલગ બ્રાન્ચ પર પણ તપાસ કરવામાં આવશે. જો કોઇ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
