રાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણી

રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.…

રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. આ આદેશના કડક અમલીકરણ અર્થે રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા કુલ 15 ટીમોની રચના કરીને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ટીમો દ્વારા વિવિધ વેપારીઓની દુકાનો તેમજ ગોડાઉનો ખાતે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેપારીઓ પાસે રહેલા ખાંડના ભૌતિક જથ્થાનું નિયમ મુજબનું સ્ટોક વેરીફીકેશન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ સ્તરે નિયમભંગ કે કૃત્રિમ અછત ઊભી ન થાય. ખાંડની કૃત્રિમ અછત ઊભી ન થાય અને સંગ્રહખોરી અટકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *