હાર્ટએટેકનો ઉપાડો: ભાઇને મળવા આવેલા યુપીના આધેડ સહિત બેના શ્ર્વાસ થંભી ગયા

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર દિવસ પૂર્વ ભાઇને મળવા…

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર દિવસ પૂર્વ ભાઇને મળવા આવેલા યુપીના આધેડ અને જંગલેશ્ર્વરમાં શ્રમિક આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર જીલમીલરાય ધરમરાય ચમાર નામના 55 વર્ષના આધેડ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ મુળ ઉતરપ્રદેશના વતની હતા અને ચાર દિવસ પૂર્વે જ બાંધકામ સાઇટ પર કામ કરતા ભાઇને મળવા આવ્યા હતા. ત્યારે હૃદયરોગનો હુમલો ભરખી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ જંગલેશ્ર્વરમાં રહેતા દેવીપ્રસાદ શંકારપ્રસાદ વિશ્ર્વકર્મા નામના 50 વર્ષના આધેડ વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *