કોવિડના ખતરા સામે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા બાદ રાજકોટમાં આગોતરી તૈયારી, આઇસોલેટેડ વોર્ડ, વેન્ટિલેટર અને પીપીઇ કીટ, ઓક્સિજન સહિતની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાઇ મુંબઇ અને અમદાવાદમા કોરોનાનાં પગપેસારો…

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા બાદ રાજકોટમાં આગોતરી તૈયારી, આઇસોલેટેડ વોર્ડ, વેન્ટિલેટર અને પીપીઇ કીટ, ઓક્સિજન સહિતની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાઇ

મુંબઇ અને અમદાવાદમા કોરોનાનાં પગપેસારો થયો છે. અને અમદાવાદમા કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. ત્યારે કોવિડનાં ખતરા સામે રાજકોટની સિવીલ હોસ્પીટલનુ તંત્ર એલર્ટ બન્યુ છે અને હોસ્પીટલમા કોવિડનો ખાસ વોર્ડ તૈયાર કરવામા આવ્યો છે. તેમજ આઇસોલેટેડ વોર્ડ સાથે પીપીઇ કીટ તેમજ ઓકિસજન સહીત વેન્ટીલેટર પણ તાત્કાલીક તૈયાર રખાયા છે. કોવિડનાં ખતરા સામે હોસ્પીટલનુ તંત્ર એલર્ટ બન્યુ છે. જો કે રાજકોટમા હજુ સુધી કોઇ કેસ નોંધાયા નથી છતા તકેદારીનાં ભાગરુપે તંત્રએ આગોતરી તૈયારીઓ કરી છે.

ભારતમા કોરોનાએ ફરી દેખા દીધી છે. મુંબઇ બાદ અમદાવાદમા કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. બે વર્ષની બાળકીથી લઇ 7પ વર્ષનાં વૃધ્ધને કોરોના પોઝીટીવ આવતા ગુજરાતમા કોવિડનાં ખતરા સામે રાજકોટ સિવીલ હોસ્પીટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી છે. કોરોના વાયરસનો ફેલાવો ન થાય અને તકેદારી રહે તે માટે જરૂરી માર્ગદર્શીકા જાહેર કરવામા આવી હોય જેને પગલે હોસ્પીટલ તંત્ર એલર્ટ થયુ છે. જો કે હજુ સુધી રાજકોટમા કોઇ કેસ નોંધાયેલ નથી. પરંતુ હોસ્પીટલ દ્વારા આગોતરી તૈયારી સાથે હોસ્પીટલમા કોવિડ વોર્ડ તૈયાર કર્યો છે. જેમા આઇસોલેટેડ વોર્ડ, વેન્ટીલેટર, પીપીઇ કીટ અને ઓકિસજન સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરી તમામ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. હોસ્પીટલનાં સ્ટાફને પણ કોવિડની માર્ગદર્શીકાને લઇને જરૂરી સુચનાઓ આપવામા આવી છે.

રાજકોટમા સિવીલ હોસ્પીટલ દ્વારા કોવિડનાં ખતરા સામે આગોતરી તૈયારી કરી પીપીઇ કીટ તેમજ આઇસોલેટેડ વોર્ડ સાથે ઓકિસજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામા આવી છે. આ અંગે રાજકોટ પીડીયુ હોસ્પીટલનાં તબીબી અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમા જણાવ્યુ કે સિવીલ હોસ્પીટલ ખાતે કોરોના વોર્ડ ઉપરાંત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે અને તબીબી અને નર્સીંગ સ્ટાફને કોવિડની ગાઇડલાઇનનુ પાલન કરવા પણ સુચના આપવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *