ચાર તબીબોને જવાબવદારી સોંપાઇ, બ્લડ સેમ્પલના રિપોર્ટ ફટાફટ થશે
થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર એટલે વિતેલા વર્ષને બાય બાય અને નવા વર્ષને વેલકમ કરવા માટેનો ઉજવણીનો પ્રસંગ હોય છે 31 ડીસેમ્બર આવે એટલે ખાસ કરીને પ્યાસીઓ મોજમા આવી જાય છે. થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરમા દારુ પી ને ઉજવણી કરતા પ્યાસીઓ માટે પોલીસે પણ આ વખતે એકશન પ્લાન બનાવ્યો છે. આવા નશાખોરોનાં બ્લડ સેમ્પલ સહીતની કામગીરી ઝડપી બને તે માટે સિવીલ હોસ્પીટલ તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે સિવીલ હોસ્પીટલ ખાતે ઇમરજન્સી રુમમા 4 તબીબોને ખાસ જવાબદારી સોપવામા આવી છે અને નશાખોરનાં બ્લડ રીપોર્ટ ફટાફટ આવે તે માટે બ્લડ સેમ્પલ લેવાનાં તમામ સાધનો ઉભા કરવામા આવ્યા છે.
આજે સાંજથી પોલીસ નશાખોરોને પકડવા માટે મેદાને ઉતરશે દારુ પીને છાકટાવેળા કરનાર તત્વોની પોલીસ ખો ભુલાવી દેશે . અને આવા પ્યાસીઓનો નશો ઉતારવા પોલીસે ડંડા સજાવી લીધા છે. સામાન્ય દીવસો કરતા 31 ડીસેમ્બરનાં પર્વમા દારુ પીધેલા લોકો વધુ પકડાય છે આવા નશાખોરો સામે ગુનો દાખલ કરી પોલીસને તેનાં બ્લડ સેમ્પલ સિવીલ હોસ્પીટલ ખાતે લેવાનાં હોય છે.
ત્યારે એક સાથે વધુ નશાખોરો પકડાય ત્યારે ભુતકાળમા સિવીલ હોસ્પીટલમા બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી લાંબી ચાલતી હોય પોલીસને લાંબો સમય સુધી રાહ જોવી પડતી હોય ત્યારે તબીબી અધીક્ષક ડો. મોનાલી માકડીયા દ્વારા આ વખતે નશાખોરોનાં બ્લડ સેમ્પલ ઝડપી લેવાય જાય અને પોલીસ સ્ટાફને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.
સિવીલ હોસ્પીટલનાં તાત્કાલીક સારવાર વિભાગ ખાતે નશાખોરોનાં બ્લડ સેમ્પલ લેવા 4 તબીબો સહીત વધારાનાં સ્ટાફને જવાબદારી સોપાઇ છે અને બ્લડ સેમ્પલ જેમા લેવાનાં હોય છે તે માટે વધારાના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામા આવ્યા છે.
