રાજકોટ જિલ્લા કલેક્ટરનો સપાટો: એકસાથે 58 મહેસૂલી કેસોનો નિકાલ

રૈયાના એક પ્લોટમાં શરતભંગ, દંડ વસૂલવા હુકમ રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ…

રૈયાના એક પ્લોટમાં શરતભંગ, દંડ વસૂલવા હુકમ

રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેકટરે હવેથી સપ્તાહમાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે તાજેતરમાં જમીન તકરાર અને શરતભંગ સહિતના કુલ 58 જેટલા મહત્વના કેસોમાં ફાઇનલ ચુકાદો આપવામાં આવ્યો છે.

રાજકોટ શહેર પ્રાંત-1 ના અધિકારી સમક્ષ ચાલી રહેલા કેસ નં. 11/25 માં, રૈયાના સ.નં. 318 પૈકી ‘સમન્વય કો.ઓ.હા.સો. લી.’ ના પ્લોટ નં. 16માં રહેણાંક હેતુ માટે ફાળવેલ જમીનમાં બાંધકામની શરતોનું પાલન ન થતા શરતભંગ જાહેર કરવામાં આવ્યો છે.આ મામલે સામાવાળા વિક્રમસિંહ દશરથસિંહ ગોહિલને શરતભંગ બદલ દંડની રકમ વસૂલવાનો અને આગામી 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી આધાર રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટરની આ ઝડપી કાર્યપદ્ધતિ અને અઠવાડિયામાં ત્રણ દિવસ સુનાવણી રાખવાના નિર્ણયને કારણે લાંબા સમયથી પડતર પડેલા જમીન મહેસૂલ કેસો મોટાભાગના કેસોનો નિકાલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *