Connect with us

ગુજરાત

ગરબામાં સાઉન્ડ-CCTV ભાડે આપનારે પણ બાંહેધરી આપવી પડશે

Published

on

નવરાત્રી પહેલાં આયોજકોના ‘ગરબા’ ચાલુ વિવિધ મંજૂરીઓમાં છૂટશે પરસેવો

નવરાત્રીનો પવિત્ર તહેવાર હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રી શરૂ થતાં પૂર્વે અર્વાચિન ગરબાના આયોજકો માટે આ વખતે પોલીસે કડક નિયમો બનાવ્યા છે અને તેનો કડક પણે અમલ કરાવવા પણ સુચના આપી છે. રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આ સામુહિક કાર્યક્રમને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી ત્યારે સરકારે નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો માટે કડક નિયમ બનાવ્યા છે જેમાં નવરાત્રી પહેલા આયોજકોએ ગરબા ચાલુ કરવા પૂર્વે વિવિધ મંજુરીઓ લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નવા આકરા નિયમોના કારણે ગરબા આયોજકોને મંજુરી લેવામાં પરસેવો છુટી જાય તેવા નિયમો બનાવાયા છે. ગરબા આયોજકોને ગ્રાઉન્ડમાં લગાવેલા સીસીટીવી તેમજ સાઉન્ડ અને ભાડે આપનાર ગ્રાઉન્ડ માલીકે પણ પોલીસને ગરબા આયોજકો વતી ફરજિયાત વિવિધ બાંહેધરીઓ આપવી પડશે. તેમજ કોઈપણ ભોગે રાતના 12ના ટકોરે ગરબા બંધ કરી દેવા પડશે અને જો 12 વાગ્યા પછી ગરબા આયોજકો ગરબા ચાલુ રાખશે તો તેના માટે આયોજક સાથે સાઉન્ડ ભાડે આપનારની જવાબદારી બનશે અને તેની સામે પોલીસ ગુનો નોંધશે.


3 જી ઓકટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તે પહેલા પોલીસે આ વખતે નવરાત્રીને લઈને કેટલાક નિયમો જાહેર કર્યા છે. રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનન ઘટના બાદ સરકાર કોઈપણ જોખમ લેવા માંગતી ન હોય જેના કારણે સરકારે અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે નવી એસઓપી જાહેર કરી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી દરમિયાન ગરબા આયોજકોએ આ તમામ નિયમોનું કડક પણે પાલન કરવાનું રહેશે. ગરબા રમવા આવતાં ખેલૈયાઓ અને જોવા આવતાં દર્શકો માટે વિમા પોલિસીથી લઈ ગરબાના ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી ફરજિયાત બનાવવા ઉપરાંત સિકયોરિટી સ્ટાફ, સીસીટીવી, કેમેરા અને ફાયર એનઓસી તેમજ ગ્રાઉન્ડ ભાડે આપનારની પણ કેટલીક જવાબદારીઓ ફીકસ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર નવરાત્રીમાં અર્વાચિન રાસોત્સવના આયોજકો માટે ગરબા ગ્રાઉન્ડ ખાતે એમ્બ્યુલન્સ અને ડોકટર હાજર રાખવા પડશે તેમજ કેન્ટીનના કોન્ટ્રાકટમાં કોઈપણ લાગવગ કે ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં અને ફુડ લાયસન્સની મંજુરી ફરજિયાત લેવી પડશે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને ડીસીપી ટ્રાફીક પુજા યાદવના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને લાયસન્સ શાખાના અધિકારીઓ દ્વારા ગરબા આયોજકોને મંજુરી આપતાં પૂર્વે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ લાયસન્સ મળશે. નવા નિયમો મુજબ અર્વાચિન રાસોત્સવનું આયોજન કરનાર આયોજકોએ ગરબામાં સાઉન્ડ માટે જે તે સાઉન્ડ ભાડે આપનાર તેમજ સીસીટીવી ભાડે આપનાર અને ગ્રાઉન્ડ ભાડે આપનારની બાંહેધરી પોલીસને આપવી પડશે. તેમજ પબ્લિક લાયેબીલીટી ઈન્સ્યોરન્સ પોલિસી લેવી ફરજિયાત છે અને તેનો નંબર પણ ફોન સાથે આપવો પડશે. લાયસન્સ શાખા દ્વારા આયોજન અંગેના ફોર્મમાં 10 મુદ્દાઓ ઉપરાંત અરજી સંદર્ભે ફોર્મ સાથે પુરા પાડવાના ડોકયુમેન્ટની માહિતી તેમજ બાંહેધરી પત્રકનો નમુનો આપવામાં આવ્યો છે.


અર્વાચીન રાસોત્સવના આયોજકોએ પોતાનું નામ અને એકથી વધુ આયોજકો હોય તો નામ, સરનામુ અને કાર્યક્રમ સ્થળ મેદાન ભાડે રાખ્યું હોય કે સરકારી જગ્યા ભાડે રાખી હોય તો એલોટમેન્ટ લેટર અથવા ભાડા કરાર તથા પ્રવેશ ટીકીટ રાખવામાં આવી હોય તો ટીકીટ અને પાસના ભાવ તેમજ સિકયોરિટી એજન્સીની તમામ વિગતો તેમજ સીસીટીવી કેમેરા લગાવનાર એજન્સીનું નામ અને વિગત તથા જનરેટર આપનાર એજન્સીનું નામ અને તેના માલિકનું સરનામું, સાઉન્ડ સીસ્ટમ પુરી પાડનાર પેઢીનું નામ, સરનામું અને માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. જમીન ભાડે રાખનાર માલિકના આધાર પુરાવા અને જનરેટર ભાડે આપનારનું પણ સહમતિ પત્રક ફરજિયાત પોલીસને આપવાનું રહેશે.

આયોજકોએ પોલીસ સ્ટેશને આટલા પ્રમાણપત્રો આપવા પડશે

ફાયર એનઓસીની નકલ, વિદ્યુત નિરીક્ષકનું ઈલેકટ્રીક ફીટીંગ અંગેનું પ્રમાણપત્ર, એમ્બ્યુલન્સ ફાળવવા બાબતનો સંબંધીત એજન્સી, સંસ્થાનો સંમતિપત્ર, ઈમરજન્સી ડોકટર અંગેનું સંમતિપત્ર, સ્ટ્રકચ-રલ સ્ટેબીલીટી અંગેનું પ્રમાણપત્ર, ખાણીપીણીના સ્ટોલ રાખનાર હોય તો ફુડ ઈન્સ્પેકટરનું પ્રમાણપત્ર

પબ્લિક લાયબિલિટી ઈન્સ્યોરન્સ માટે 40થી 50 હજારનો ખર્ચ

અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે આ વખતે પોલીસે 7 નહીં પણ 11 કોઠા વિંધવા પડે તેવા નિયમો બનાવ્યા છે. જેમાં ગરબામાં આવતાં ખેલૈયાઓ અને દર્શકો માટે પબ્લીક લાયેબીલીટી ઈન્સયોરન્સ પોલિસી ફરજિયાત બનાવવામાં આવી છે અને તેનો નંબર પણ પોલીસને આપવો પડશે જેના માટે આશરે 40 થી 50 હજાર જેટલા ખર્ચ આયોજકોને કરવો પડશે. ગેમઝોનની ઘટના બાદ સરકાર કોઈપણ જાતનું જોખમ લેવા માંગતી ન હોય જેથી આ વર્ષે પ્રથમ વખત પબ્લીક લાયેબીલીટી ઈન્સયોરન્સનો મુદ્દો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

ગુજરાત

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

Published

on

By


નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના રંગીયા રેલ્વે ડિવિઝનમાં નલબાડી-બાઈહાટા સેક્શનમાં ડબલ લાઇનની કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં 1) ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 23 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડશે અને ન્યૂ બંગાઈ ગાંવ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે, આ ટ્રેન ન્યુ બંગાઈ ગાંવ-નાહરલગુન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.2) ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 26 ઓક્ટોબર, 2024 ના રોજ નાહરલગુનના બદલે ન્યુ બંગાઈ ગાંવ સ્ટેશનથી ઉપડશે. આ રીતે આ ટ્રેન નાહરલગુન-ન્યુ બંગાઈ ગાંવ વચ્ચે આંશિક રીતે રદ રહેશ. વધુ માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Continue Reading

ગુજરાત

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

Published

on

By

રાજકોટમાં મોડી સાંજે હાજા ગગડાવી નાખે તેવા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

મંગળવારની રાત્રીના શહેરમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ઓછા વરસાદે વીજળીના કડકા-ભડાકાથી શહેરીજનોમાં ભયનું લખુલખુ પસાર થઈ ગયું હતું. દરમિયાન રાત્રીના શહેરના માયાણી ચોકમાં ત્રાંટકેલી વીજળીથી મકાનને નહીંવત નુક્શાન થતાં અને જાનહાની ટળતા સૌએ રાહતનો દમ ખેંચ્યો હતો.


ગઈકાલે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન વીજળીના ચમકારા અને કડાકાથી શહેરીજનોને મનોમન ભયની અનુમતિ થઈ ગઈ હતી. એકદમ નજીક જ વીજળીના કડાકા દરમિયાન શહેરના માયાણી ચોક નજીક, સુરેન્દ્રનગર મેઈન રોડ, બજરંગ ચોક નજીકના બાબુભાઈ ધનજીભાઈ રાખશિયાના મકાન પર વીજળી ત્રાંટકતા રાખસિયા પરિવાર ઉપરાંત પડોશીના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

પરંતુ વીજળી મકાનની છતમાં કાણુ પાડી સોંસરવી પસાર થઈ જતાં જાનહાની ટળ્યાની સૌએ રાહત અનુભવી હતી.પણ શહેરીજનોના હાજા ગગડાવી ગયેલી વીજળીના કડાકા ભડાકા વચ્ચે મનપાના ચોપડે માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આટલા વરસાદથી પણ ઘણી જગ્યાએ શેરી, રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો રાહદારીઓએ કફોડી હાલતનો સામનો કરવો પડ્યો હતો.


બીજી બાજુ કોડીનાર પંથકમાં બે જગ્યાએ વીજળી પડી હોવાના અહેવાલો મળ્યા હતાં. જેમાં મોટી ફાંફણી ગામના બાબુભાઈ વાજાના મકાન પર વીજળી પડતા ઘટના તમામ વીજળી ઉપકરણો બળી ગયા હતાં તેવીજ રીતે કડવાસણ ગામના ફાટક નજીક કડાકાભેર ત્રાંટકેલી અવકાશી વીજળીથી વીજતંત્રની વિજળી ગુલ થઈ જતાં ચારેબાજુ અંધારપટ છવાઈ ગયો હતો.ગત રાત્રીના વીજળી પડવાની રાજકોટ સહિતની ત્રણેય ઘટનામાં જાનહાની ટળતા લોકોએ રાહત અનુભવી હતી.

Continue Reading

ગુજરાત

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

Published

on

By

આજે સવારે ઇસ્યુ ખૂલતાં જ બોન્ડ લેવા પડાપડી, સોમવારે લીસ્ટિંગ થશે

રાજયની મહાનગર પાલિકાઓમાં બોન્ડ દ્વારા પૈસા મેળવવાની પહેલ કરનાર રાજકોટ મનપાને જબરો પ્રતીસાદ મળ્યો છે. આજે સવારે બોન્ડ માટે અડધી મીનીટમાં જ પાંચ ગણી રકમની બોલીઓ લાગી ગઇ હતી. આશ્ર્ચર્યજન રીતે રૂા.100 કરોડના બોન્ડ સામે અમુક સેક્ધડોમાં જ રૂા.495 કરોડની બીડ મળી ગઇ હતી. ઓછા વ્યાજદરે મનપાને 100 કરોડની રકમ આપવા માટે રોકાણકારોએ લાઇનો લગાવી હતી.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 16-10-2024 ના રોજ ઇસ્યુ કરેલ બોન્ડ ગણતરીના જ સેક્ધડમાં સોથી નીચા વ્યાજદરે 7.90%એ 05 ગણો ભરાઈ ગયો છે. તમામ રોકાણકારોએ રાજકોટ મહાનગરપાલિકાની નાણાકીય સ્થિરતા પર વિશ્વાસ રાખી ઇસ્યુ ભરેલ છે.


જે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટના શહેરીજનો માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. રાજકોટ મહાનગરપાલિકાએ ‘અમૃત’ મિશન-2.0 અંતર્ગત ઇસ્યુ કરેલા રૂૂ. 100 કરોડના બોન્ડને કુલ રૂૂ.495 કરોડની કિંમતની 14 બિડ મળેલ છે.


આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઇ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, નાયબ કમિશ્નર સી.કે. નંદણી, ચીફ એકાઉન્ટન્ટ એ.એલ. સવજિયાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજના અખછઞઝ-2.0 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ રજૂ કરેલ રૂૂ.344.28 કરોડની કિંમતના પ્રોજેક્ટના 35% રાજકોટ મહાનગરપાલિકાના ફાળાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂૂપે રૂૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે જહેમત શરૂૂ કરી હતી.

આ અંગે આજ રોજ બોન્ડ ઇસ્યુ કરવાના કામ માટે આખરી ઓપ અપાયાની સાથે ઇસ્યુ ખૂલતાં જ રોકાણકારો જાણે રાહ જોતાં હોય તેમ ઇસ્યુ 05 ગણો ભરાઈ ગયો છે. 21મી ઓક્ટોબર 2024ના રોજ આ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થનાર છે. રાજકોટ મહાનગરપાલિકા બોન્ડ થકી કેપિટલ રેઇઝ કરવામાં સફળ થઇ હોવાથી ભારત સરકાર તરફથી રૂૂ.13 કરોડ ઇન્સેન્ટીવ મેળવવાને પણ પાત્ર બની છે.


રાજકોટ મહાનગરપાલિકાને માત્ર 7.90% ટકા વ્યાજ ચુકવીને રાજકોટ કોર્પોરેશનને રૂૂપિયા મળી રહ્યા છે. જેમાં રૂૂ.13 કરોડના કેન્દ્ર સરકારશ્રીના ઇન્સેન્ટીવ બાદ કરતા માત્ર 4.63%ના વ્યાજદર ચુકવવું પડશે. જે ફિક્સ ડીપોઝીટ કરતા પણ ઓછા વ્યાજદરે રાજકોટ મહાનગરપાલિકાને બોન્ડની રકમ મળેલ છે. આ તમામ કામગીરીમાં મર્ચન્ટ બેન્કર/અરેંજર તરીકે અ ઊં ઈફાશફિંહ જયદિશભયત કમિં. દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલ છે.

બોન્ડની રકમ ક્યાં વપરાશે?
ક્રમ પ્રોજેક્ટનું નામ પ્રોજેકટ કોસ્ટ ઇસ્યુમાથી ઉપયોગમાં પૂર્ણ થવાની
(રૂૂ કરોડમાં) લેવા પાત્ર રકમ તારીખ


1 RMC: પાણી પુરવઠા પ્રોજેક્ટ – મુંજકા વિસ્તારમાં નવા હેડવર્ક 22.11 6.00 10-09-2027
2 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -12 વિતરણ નેટવર્ક 44.54 11.00 03-09-2025
3 RMC: રૈયા વિસ્તારમાં ડ્રેનેજ શાખા જઝઙ 29.95 9.00 14-02-2026
4 અમૃત 2.0 : ગટર વ્યવસ્થા, વોર્ડ નં. 01 અને 03 ઘંટેશ્વર, 74.05 22.00 10-07-2025


રૈયાધાર, માધાપર અને મનહરપર-1
5 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર – 11 વિતરણ નેટવર્ક (મોટા મવા) 71.75 19.00 06-09-2025
6 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -11 57.56 19.00 06-09-2025
7 RMC: પાણી પુરવઠો, ગુરુકુલ વિસ્તાર 32.53 11.00 01-06-2025
8 અમૃત 2.0 : પાણી પુરવઠા વોર્ડ નંબર -11 વિતરણ નેટવર્ક વોર્ડ 10 11.79 3.00 06-09-2025
કુલ 344.28 100.00

Continue Reading
ગુજરાત27 seconds ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત44 seconds ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત4 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય1 hour ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાષ્ટ્રીય1 hour ago

ડાબા હાથથી કામ કરતા લોકોને હૃદય અને મગજના રોગોનું જોખમ વધારે,જાણો નિષ્ણાંતો પાસેથી

ગુજરાત1 hour ago

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

રાષ્ટ્રીય2 hours ago

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

મનોરંજન3 hours ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

કચ્છ3 hours ago

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

રાષ્ટ્રીય3 hours ago

જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા ઓમર અબ્દુલ્લા, બીજી વખત લીધા શપથ, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending