વાયુસેનાના નિવૃત અધિકારીની હત્યા માટે પુત્રોએ જ સોપારી આપી હતી

ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે નિવૃત્ત ભારતીય વાયુસેના (IAF) અધિકારી યોગેશકુમારની હત્યાની તપાસમાં એક મોટો ખુલાસો કર્યો, જેમની 26 ડિસેમ્બરના રોજ ગાઝિયાબાદના લોનીમાં બે માણસોએ ગોળી…

ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે નિવૃત્ત ભારતીય વાયુસેના (IAF) અધિકારી યોગેશકુમારની હત્યાની તપાસમાં એક મોટો ખુલાસો કર્યો, જેમની 26 ડિસેમ્બરના રોજ ગાઝિયાબાદના લોનીમાં બે માણસોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ગુનો અધિકારીના પુત્રોએ આયોજિત કર્યો હતો, જેમણે કથિત રીતે તેમના પિતાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલર રાખ્યા હતા. 58 વર્ષીય નિવૃત્ત અધિકારી તેમના પુત્રોને ઘર ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને પુત્રોએ તેમની મિલકતના લોભમાં હત્યાનું આયોજન કર્યું હોવાનું પોલીસને ટાંકીને જણાવાયું છે.

એચટી એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે બાગપતના રહેવાસી યોગેશ કુમારની 26 ડિસેમ્બરે ગાઝિયાબાદના લોનીમાં અશોક વિહાર નજીક બે અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસનો એક કોન્સ્ટેબલ પણ આ ગુનામાં સામેલ હોવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે નિવૃત્ત IAFઅધિકારીના પુત્રોએ અરવિંદ નામના પાડોશીને કોન્ટ્રાક્ટ કિલર તરીકે રાખ્યો હતો. ત્યારબાદ અરવિંદે તેના સાળા નવીન, જે કૌશાંબી જિલ્લામાં કોન્સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *