આસામમાં ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનો પ્રારંભ, હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમની મુલાકાતે છે. ત્યરે PM મોદીએ આજે મોરનમાં ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF)નું ઉદ્ઘાટન કર્યું. તેઓ ₹5,500 કરોડથી વધુના…

 

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમની મુલાકાતે છે. ત્યરે PM મોદીએ આજે મોરનમાં ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF)નું ઉદ્ઘાટન કર્યું. તેઓ ₹5,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે. ચાબુઆ એરફિલ્ડ પર આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું.

આસામના ડિબ્રુગઢમાં મોરન બાયપાસ પર એક ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન આ સુવિધાને વ્યક્તિગત રીતે જોઈ હતી. તેમણે તેને આસામ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. પીએમ મોદીની હાજરીમાં ફાઇટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર વિમાનોના હવાઈ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા છે. તેના નિર્માણથી ઇમર્જન્સી દરમિયાન લશ્કરી અને નાગરિક વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફને સરળ બનાવવામાં મદદ કરશે. આજે વડા પ્રધાન મોદી જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે પણ આ હાઇવે પર ઉતરાણ કર્યું.

https://twitter.com/i/status/2022547842150338716

આ કાર્યક્રમમાં, એક રાફેલ અને એક સુખોઈ-30 એરસ્ટ્રીપ પર પહેલા ઉતર્યા. ત્યારબાદ વાયુસેનાના ડોર્નિયર વિમાને તે જ પટ્ટી પરથી ઉડાન ભરી. ત્યારબાદ એક C-130J, અને સુખોઈ અને રાફેલે ક્રમશઃ ઉડાન ભરી.

ત્રણ સુખોઈ ફાઇટર જેટ્સે સ્ટેજની સામે ફ્લાય-પાસ્ટ કર્યું, ટચ-એન્ડ-ગો ડ્રીલ કરી. ત્યારબાદ ત્રણ રાફેલે સમાન ફોર્મેશન ડ્રીલ કરી.

સંભવિત ભવિષ્યના બે-મોરચા યુદ્ધના પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના તેની તૈયારીઓને મજબૂત બનાવી રહી છે. દેશના વિવિધ ભાગોમાં હાઇવે પર કટોકટી ઉતરાણ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે, જેથી જરૂર પડ્યે ફાઇટર અને પરિવહન વિમાનો વૈકલ્પિક રનવેનો ઉપયોગ કરી શકે.

આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર, માર્ગ પરિવહન મંત્રાલય અને ભારતીય વાયુસેનાના સંયુક્ત પ્રયાસ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે આયોજિત આ કાર્યક્રમ માત્ર ઉત્તર-પૂર્વમાં વ્યૂહાત્મક શક્તિનો સંદેશ આપશે નહીં, પરંતુ ભારતની વધતી જતી લશ્કરી તૈયારીઓનું પણ પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *