મીડિયા અહેવાલો પર AAIBની સ્પષ્ટતા
અમદાવાદમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફલાઈટની ભયાનક દુર્ઘટનામાં પાઈલોટે જાણી જોઈને ફયુઅલ સ્વિચ બંધ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું ઈટાલીયન અખબારના અહેવાલને એરક્રાફટ એક્સિડન્ટ ઈમ્વેસ્ટીગેશન બ્યુરોએ ફગાવી દઈ આ અહેવાલ માત્ર અનુમાનો આધારિત હોવાની સ્પષ્ટતા કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનાર આ વિમાન દુર્ઘટનામાં સમયાંતરે અનેક તર્ક અનુમાન આધારિત રિપોર્ટસ આવ્યા કરે છે. પરંતુ સરકાર કોઈ સ્પષ્ટ કારણ આજ સુધી આપી શકી નથી.
ગયા વર્ષે અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ અઈં-171 ની ભયાનક દુર્ઘટના અંગે મીડિયામાં ચાલી રહેલી વિવિધ અટકળો પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ મૌન તોડ્યું છે.
AAIBએ સ્પષ્ટતા કરી છે કે મીડિયાના અમુક અહેવાલો માત્ર અનુમાન પર આધારિત છે અને તેમાં કોઈ સત્યતા નથી.તપાસ હજુ ચાલુ, ઉતાવળિયા નિષ્કર્ષથી બચો AAIBએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હજુ પણ અત્યંત ગંભીરતાથી ચાલી રહી છે. બ્યુરોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી, તેથી કોઈ પણ વ્યક્તિ કે ટેકનિકલ કારણને દોષી ઠેરવવું ઉચિત નથી.એરક્રાફ્ટ અકસ્માતની તપાસ એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર (ઇહફભસ ઇજ્ઞડ્ઢ), કોકપિટ વોઈસ રેકોર્ડર અને ટેકનિકલ પાસાઓનું ઊંડું વિશ્ર્લેષણ કરવામાં આવે છે.જનતા અને મીડિયાએ માત્ર સત્તાવાર અંતિમ રિપોર્ટની જ રાહ જોવી જોઈએ.
આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે ઈટાલીના જાણીતા અખબાર ‘ઈજ્ઞિશિયફિ ઉયહહફ જયફિ’ એ દાવો કર્યો હતો કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામી નહીં, પરંતુ ‘જાણી જોઈને કરવામાં આવેલી હરકત’ હતી. જોકે, ભારતીય એજન્સીઓએ હાલમાં આવા કોઈ પણ દાવાને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે અને પારદર્શક તપાસનું આશ્વાસન આપ્યું છે.
