લગ્નસરાની સિઝન સમયે જ નફાખોરી બેફામ; સિંગતેલમાં ડબ્બે રૂા.50નો ડામ

ડબ્બાનો ભાવ 2935 પહોંચ્યો, બે મહિનામાં 250નો વધારો ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે અને બે દિવસમાં સિંગતેલના ભાવમાં રુ. 50નો વધારો થયો…

ડબ્બાનો ભાવ 2935 પહોંચ્યો, બે મહિનામાં 250નો વધારો

ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે અને બે દિવસમાં સિંગતેલના ભાવમાં રુ. 50નો વધારો થયો છે, ડબ્બાનો ભાવ 2885-2935 રુ.એ પહોંચ્યો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂૂપિયા 50નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ પહોંચ્યો 2885-2935 રૂૂપિયાએ પહોંચ્યો છે, લગ્ન ગાળો અને નફાખોરીની શંકાએ ભાવ વધારો થયો છે. અગાઉ 23 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલના ભાવમાં ડબ્બે રૂૂ. 20નો વધારો થયો હતો, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો હતો, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો.

નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂૂ.20નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂૂ.2660 થી વધીને રૂૂ. 2680 થયો હતો. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે.
અગાઉ 18 ડિસેમ્બર, 2025ના રોજ સિંગતેલના ભાવમાં 15 રૂૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂૂપિયાએ પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *