ધોરાજીમાં કુખ્યાત શખ્સના ઘરે એસઓજીનો દરોડો, 11 હજારના ડ્રગ્સ સાથે ધરપકડ

રાજકોટ જીલ્લા નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એસ.ઓ.જી.ની ટીમે ધોરાજીમાં દરોડો પાડીને નશાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરી…

રાજકોટ જીલ્લા નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એસ.ઓ.જી.ની ટીમે ધોરાજીમાં દરોડો પાડીને નશાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરી રૂૂ.11 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી લઇ સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ, એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ જી.જે.ઝાલા અને તેમની ટીમ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી રાહે હકીકતને આધારે ધોરાજીના શેરાની રબાની કોલોની પાછળ આવેલ ગુલઝાર પાર્કમાં રહેતા મકસુદ હારૂૂનશા શાહમદારના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનની તલાશી લીધી હતી. મકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) નો 3.730 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂૂ. 11,190 આંકવામાં આવી છે.

મકસુદ હારૂૂનશા શાહમદારની ધરપકડ કરી પુછપરછ કરતા ડ્રગ્સના આ રેકેટ પાછળ નવાઝખાન અબ્દુલખાલીદખાન પઠાણ (રહે. ધોરાજી) નામનો મુખ્ય શખ્સ સપ્લાયર હોવાનું ખુલ્યું છે, જે હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. ચોંકાવનારી વિગત એ છે કે વોન્ટેડ આરોપી નવાઝખાન અગાઉ અમદાવાદ શહેરના સરખેજ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર ના માર્ગદર્શન હેઠળ ઓપરેશનને ધોરાજીના પી.આઈ બી.આર.પટેલ, એસ.ઓ.જી. પી.આઈ એફ.એ.પારગી, તેમજ પીએસઆઈ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા અને એસ.ઓ.જી.ની સમગ્ર ટીમે કામગીરી કરી હતી. એસઓજીએ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને ફરાર આરોપી નવાઝખાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *