સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, પોલીસને કહ્યું, કેમ ભાઈ પૈસા લીધા છે?

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. સુરતની પુણા પોલીસે વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ…

ગુજરાતમાં સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. સુરતની પુણા પોલીસે વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરની ફરિયાદના આધારે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારિયા સામે ગંભીર ગુનો નોંધી કીર્તિ પટેલની તેમના પિતાના ઘરેથી ધરપકડ કરી છે. સુરતના ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આરોપીઓએ સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા, ધમકી આપવા અને એક્સટોર્શન (ખંડણી) વસૂલવા જેવા ગુના આચર્યા છે. પોલીસ દ્વારા જૂનાગઢથી કીર્તિ પટેલની ધરપકડ કરી સુરત લાવવામાં આવી હતી, જ્યાં પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો મચ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કીર્તિ પટેલે નયના બારિયા સાથે મળીને 12 લાખ રૂૂપિયા લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, ફરિયાદી રાજુ ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે દોઢ વર્ષના ગાળામાં કુલ 3 કરોડ 12 લાખ રૂૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને અન્ય કલમો ઉમેરવામાં આવી હતી. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તેમજ આ કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાની કાયદાકીય તજવીજ હાથ ધરી રહી છે.

12 જુલાઈએ નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રાજુ ભમ્મર ભૂતકાળમાં નયના બારિયા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂરો થયા બાદ નયનાના ઉશ્કેરવાથી કીર્તિ પટેલે રાજુ ભમ્મર અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓક્યું હતું. કીર્તિ પટેલે ફરિયાદીની પત્ની (મહિલા સરપંચ) અને તેમના સગા ભાઈ વિરુદ્ધ અનૈતિક સંબંધોના ખોટા આક્ષેપો કરી વોટ્સએપ પર અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *