સૌરાષ્ટ્રમાં કોરોનાની એન્ટ્રી, વાંકાનેરમાં પોઝિટિવ કેસ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 13 મહિનાથી શાંત પડેલા કોરોના વાયરસનો પુન: પગપેસારો થતાં સમગ્ર આરોગ્ય આલમ અને સ્થાનિક તંત્રમાં ભારે સળવળાટ તથા દોડધામ મચી જવા પામી…

સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 13 મહિનાથી શાંત પડેલા કોરોના વાયરસનો પુન: પગપેસારો થતાં સમગ્ર આરોગ્ય આલમ અને સ્થાનિક તંત્રમાં ભારે સળવળાટ તથા દોડધામ મચી જવા પામી છે. વાંકાનેર શહેરમાં આવેલા હનુમાન શેરી વિસ્તારમાં રહેતી એક મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તબીબી આલમ હરકતમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે એક વર્ષ પૂર્વે એટલે કે જૂન 2025માં સૌરાષ્ટ્રમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ હવે 13 માસના લાંબા અંતરાલ પછી મોરબી જિલ્લાના વાંકાનેરમાં પ્રથમ કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પગલાં ભરવાની શરૂૂઆત કરી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેરના હનુમાન શેરી મેઈન રોડ પર રહેતી એક મહિલા તાજેતરમાં જ ખેડા જિલ્લાની મુસાફરી કરીને પરત આવી હતી. ખેડાથી પરત આવ્યા બાદ મહિલાને શારીરિક અસ્વસ્થતા અને તાવના લક્ષણો જણાતા તેઓ સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દર્દીની પ્રાથમિક તપાસ દરમિયાન કોવિડ-19ના લક્ષણો જણાતા ત્વરિત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવતા જ મહિલા કોરોના પોઝીટીવ હોવાનું વાંકાનેરમાં કોરોના પોઝીટીવ કેસ મળ્યાની જાણ સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ત્વરિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓને કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ પ્રથમ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતનું સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું. સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરતા વાંકાનેરના હનુમાન શેરી વિસ્તારને બેરિકેટિંગ કરીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

સંક્રમિત મહિલાની હાલની આરોગ્ય વિષયક સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, વધુ સઘન સારવાર અને સંભાળ માટે આ મહિલા દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાક્રમને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ પૂર્ણપણે સતર્ક બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડને ત્વરિત સક્રિય કરવામાં આવ્યો છે અને મહિલાની તાત્કાલિક સારવાર માટેની તમામ સુવિધાઓ, ઓક્સિજન તથા જરૂૂરી દવાનો જથ્થો ઉભો કરી દેવામાં આવ્યો છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વાંકાનેર આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે પણ સમગ્ર બાબતની જાણ કરવામાં આવી છે. સંક્રમિત મહિલા ખેડાથી પરત આવ્યા બાદ પોઝીટીવ આવી હોવાથી, સંક્રમણનું મૂળ શોધવા માટે ગાંધીનગર કક્ષાએથી ખેડા જિલ્લા આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ખેડા તંત્ર દ્વારા મહિલા જે સ્થળે રોકાઈ હતી તે વિસ્તાર અને તેના સંપર્કમાં આવેલા લોકો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.13 મહિનાના વિરામ બાદ ફરી કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગે નાગરિકોને ભયભીત ન થવા પરંતુ જરૂૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *