ગોંડલના ભરૂડી પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 1.81 લાખની ચોરી

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ, માતાજીના સોનાના આભૂષણ અને દાન પેટી ઉઠાવી ગયા ગોંડલ નજીક ભરુડી ગામનાં પાટીયા પાસે આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા…

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ, માતાજીના સોનાના આભૂષણ અને દાન પેટી ઉઠાવી ગયા

ગોંડલ નજીક ભરુડી ગામનાં પાટીયા પાસે આવેલ ખોડીયાર માતાજીનાં મંદિરમા તસ્કરો ત્રાટકયા હતા . અને મંદિરમાથી માતાજીનાં આભુષણો અને દાન પેટી સહીત 1.81 લાખની મતા ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવવામા આવતા ગોંડલ તાલુકા સાથે ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલથી 18 કિમી દુર ભરુડીથી દાળીયા ગામ જવાનાં રસ્તે આવેલા ખોડીયાર માતાજીનાં મંદિરમા ચોરીનો બનાવ બન્યો હતો . ગત તા. 3 નાં રોજ સાંજે 7 વાગ્યે મંદિરમા આરતી થયા બાદ બંધ કરાયેલ મંદિર બીજે દીવસે સવારે પ વાગ્યે પુજારીએ પુજા માટે ખોલતા આ ચોરીનો બનાવ બન્યો હોવાની જાણ થઇ હતી . ભરુડીનાં દીનેશભાઇ વાલજીભાઇ હરસોડાએ આ અંગે પોલીસને જાણ કરતા પીએસઆઇ આર. આર. સોલંકી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતા સાંજે 7 થી સવારે પ એમ 10 કલાક બંધ રહેલા મંદિરમા ઘુસેલા તસ્કરોએ મંદિરમાથી માતાજીનો ચાંદીનો મુગટ, ચાંદીનાં 17 છતર તેમજ ચાંદીનાં બે પગલા , સોનાનાં આભુષણો, સોનાનાં 7 છતર અને દાન પેટી મળી રૂ. 1.81 લાખની મતાની ચોરી થઇ હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ તસ્કરોએ ખોડીયાર માતાજીનાં મંદિરનો જારીવાળો દરવાજો તોડી અને અંદર રહેલ માતાજીનાં આભુષણો અને દાનપેટીની ચોરી કરી હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *