રાજકોટમાં દોઢ વર્ષની બાળા જંતુનાશક દવા પી જતાં મોત

શ્રમિક દંપતીએ દવાની બોટલ ઝૂંટવી દીકરીને ઝનાના હોસ્પિટલમાં ખસેડી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ નજીક આવેલા હડમતીયા ગોલીડા ગામે વાડીમા ખેત મજુરી…

શ્રમિક દંપતીએ દવાની બોટલ ઝૂંટવી દીકરીને ઝનાના હોસ્પિટલમાં ખસેડી પરંતુ જીવ ન બચ્યો

રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ નજીક આવેલા હડમતીયા ગોલીડા ગામે વાડીમા ખેત મજુરી કરતા શ્રમીક પરીવારની એક વર્ષની બાળા રમતા રમતા જીરૂમા છાટવાની દવાનો ઘુટડો પી જતા તેમનાં માતા-પિતાએ પુત્રીને સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પીટલમા ખસેડી હતી. પરંતુ ત્યા સારવાર દરમ્યાન બાળકીનુ મૃત્યુ નીપજતા પરીવારમા શોક છવાઇ ગયો છે.

વધુ વિગતો મુજબ આજીડેમ નજીક આવેલા હડમતીયા ગોલીડા ગામમા રહેતા કમલેશભાઇ નામનાં યુવાનની 1 વર્ષની દીકરી નાનકી જયદીપભાઇની વાડીએ રમતી હતી ત્યારે તેણીએ રમતા રમતા જીરુમા છાટવાની દવાની બોટલ હાથમા આવી જતા તેમણે એક ઘુટડો પી લીધો હતો અને બાદમા તેમનાં માતા-પિતા જોઇ જતા બાળકી પાસેથી આ બોટલ ઝુટવી લીધી હતી પરંતુ એ સમયે બાળકીને તબીયત લથડતા તેમણે સારવાર માટે રાજકોટ શહેરની ઝનાના હોસ્પીટલમા ખસેડવામા આવતા તેમનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ . પરીવારની પુછપરછમા જાણવા મળ્યુ હતુ કે મૃતક બાળકી એક ભાઇ બે બહેનમા વચેટ હતી અને તેમનાં માતા-પિતા જયદીપભાઇની વાડીએ ખેત મજુરી કરે છે તેમજ મૃતકનો પરીવાર મુળ મધ્યપ્રદેશનો વતની હોવાનુ જાણવા મળ્યુ છે માસુમ દીકરીનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *