શહેરની ભાગોળે વાવડી ગામે ઈલેક્ટ્રીકની દુકાનને નિશાન બનાવી તસ્કરો દુકાનનું સટર ઉચકાવી રૂા. 40 હજારની રોકડ અને ચાર પંખા મળી કુલ રૂા. 44 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ સોરઠિયાવાડી સર્કલ પાસે માસ્તર સોસાયટી શેરી નં. 7 માં રહેતા અને વાવડી ગામે જીઈબી ઓફિસ પાસે આવેલા બાલાજી કોમ્પલેક્ષમાં નિલકંઠ ઈલેક્ટ્રીક નામે ભાગીદારીમાં દુકાન ચલાવતા ગૌરાંગભાઈ લલીતભાઈ રંગાણી (ઉ.વ.39)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રે તસ્કરોએ તેમની દુકાનનું શટર, ઉંચકાવી દુકાનમાં રહેલો માલ સામાન વેર-વિખેર કરી કાઉન્ટરમાં રાખેલા હિસાબના રૂા. 40 હજારની રોકડ અને ચાર પંખા મળી કુલ રૂા. 48 હજારની ચોરી કરી નાશી છૂટ્યા હતાં.
આજે સવારે તેમના ભાગીદારે દુકાનમાં ચોરી થયાની જાણ કરતા તેઓ દોડી ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ.બી. ડિંડોરે તપાસ હાથ ધરી છે.