હોબાળા બાદ બસપોર્ટમાં યુરિનલ નિ:શુલ્કનું બોર્ડ લાગ્યું

રાજકોટ એસ.ટ.ી બસપોર્ટમાં શૌચાલયમાં સતાધીશોના નાક નીચે જ યુરિનલનો પણ એજન્સી દ્વારા ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ બાદ હોબાળો થતાં અને મામલો ગાંધીનગર સુધી પહોંચતા…

રાજકોટ એસ.ટ.ી બસપોર્ટમાં શૌચાલયમાં સતાધીશોના નાક નીચે જ યુરિનલનો પણ એજન્સી દ્વારા ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ બાદ હોબાળો થતાં અને મામલો ગાંધીનગર સુધી પહોંચતા યુરિનલસેવા ફ્રિ હોવાની સૂચનાના બોર્ડ ફરીથી મારવામાં આવ્યા છે. હવેથી મુસાફરોને ચાર્જ ચૂકવવો પડશે નહીં.


રાજકોટના સેન્ટ્રલ બસપોર્ટ પર શોચાલયના સંચાલકો દ્વારા નિ:શુલ્ક સેવાના પણ ચાર્જ વસુલી મુસાફરોને લુંટવામાં આવી રહ્યા હોવાની રાવ મુસાફરોમાં ઉઠી હતી. અને મુસાફર હિત રક્ષક સમિતિના રિયાલીટી ચેકમાં પણ આ ઉઘરાણા સામે આવતા ડિવિઝન નિયામકને આ બાબતે ફરિયાદ કરતા નોટીસ ફટકારી અનેદંડ કરાયો હતો છતાં પણ એજન્સી દ્વારા ચાર્જના ઉઘરાણા શરૂ રાખવામાં આવ્યા હતાં. અને આ બાબતે મુસાફરોમાં દેકારો મચી જવા પામ્યો હતો.

જેના પગલે એજન્સી દ્વારા સુચના માટેનું બોર્ડ મુકી અને યુરિનલ સેવા હોવાનું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.ટી.ના બન્ને તરફ શૌચાલયની સુવિધા આપવામાં આવી છે. જેમાં મહિલાઓ પાસે પણ રૂા. 5થી 10 ઉઘરાવવામાં આવતા હતા. જે અંગે નિયામક દ્વારા દંડ ફટકારવામા આવ્યો હતો. દંડ કર્યા બાદ એજન્સીના કર્મચારીઓ સાડે ભરાયા હતાં અને બમણો ચાર્જ વસુલ કરવા લાગ્યા હોવાની ચર્ચા મુસાફરોમાં થવા લાગી હતી.

કમનસીબી છે કે શૌચાલય ફ્રી હોવાના બોર્ડ મારવા પડે : મુસાફર
બપોર્ટ પર દરરોજ હજારો જરૂરિયાતમંદ મુસાફરો આવન-જાવન કરતા હોય છે. અને આ સરકારી સેવા હોય તેમાં શૌચાલય જેવી આવશ્યક સુવિધા ફ્રિ હોવી જ જોઈએ પરંતુ આપણી કમનસીબી છે કે શૌચાલય બહાર નિ:શુલ્ક યુરિનલ ભાઈઓ-બહેનો માટે છે તેવા બોર્ડ મારવા આપણી કમનશીબી છે. તેવી વ્યથા મુસાફરોએ ઠાલવી હતી.

એસ.ટી.ના નાયબ ઈજનેરનું ખરાબ વર્તન હોવાના આક્ષેપ
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે અને યુરીનલોમાં ₹5 થી ₹10 પડાવવામાં આવે છે. શૌચાલયની ફી અંગેનો પરિપત્ર જગ જાહેર કરવાનો હોય અને સરકાર દ્વારા જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે ફી વસૂલવામાં આવે તે અંગેના બોર્ડ પણ ફરજિયાત લગાવવાના હોય છે. જે પરિપત્ર અંગે ગુજરાત એસ.ટી નિગમ ના ગોંડલ રોડ ખાતેના વિભાગીય નિયામક કચેરી એસ.ટી પેટા વિભાગના બાંધકામ શાખાના નાયબ ઇજનેર અક્ષયકુમાર ડી. મહેતા સમક્ષ રૂૂબરૂૂ પરિપત્ર આપવા અંગે મુલાકાત લીધી ત્યારે તેઓએ કહ્યું કે એમ ન મળે તમારે લખીને આપવું પડે ત્યારબાદ તારીખ 9/11/2024 ના રોજ ગોંડલ રોડ ખાતેની એસ.ટી પેટા વિભાગ કચેરીમાં ઇન્વર્ડ નંબર 1888 થી પરિપત્ર અંગેની લેખિત માંગ કરવામાં આવતા. 18 દિવસ પછી પરિપત્ર અંગે કોઈ જાતનો જવાબ ન મળતા ફોન નાયબ ઇજનેર મહેતાએ જણાવ્યું કે તમે કરેલી લેખિત અરજીનો જવાબ લેખિતમાં આપવામાં આવશે વોટ્સએપ કે ઈ મેલથી જવાબ કે પરિપત્ર ન મળે અને અમને મન પડે ત્યારે તમને જવાબ આપીએ આ પ્રકારનું ઉધ્ધતાઇ ભર્યું વર્તન ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો સમક્ષ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *