સા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં તાજેતરમાં એક દુ:ખદ ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરી ઝાળી (ગ્રીલ)નું…

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં તાજેતરમાં એક દુ:ખદ ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરી ઝાળી (ગ્રીલ)નું તાળું તોડીને અંદર પ્રવેશ્યું હતું અને માતાજીના ચાંદીના છત્ર તેમજ સોનાના નાના છત્ર* સહિત અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી લીધી હતી.

મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરની કાર્યવાહી સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે.ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિગતવાર તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસે ચોરને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. આજુબાજુના વિસ્તારોમાં ચોરની શોધખોળ, સીસીટીવી ફૂટેજનું વિશ્ર્લેષણ અને અન્ય તકનીકી સાધનોનો ઉપયોગ કરીને તપાસ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.

આ ઘટનાએ સ્થાનિક ભક્તો અને વિસ્તારના લોકોમાં ભારે આઘાત પહોંચાડ્યો છે. માતાજીના મંદિરમાં આવી ચોરીની ઘટના ધર્મસ્થળની પવિત્રતા પર આઘાતરૂૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *