જામનગર શહેરમાં એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક મોબાઇલ ચોર પોલીસ ટુકડી ના હાથે ઝડપાઈ ગયો છે, અને તેની પાસેથી ચોરાઉ મનાતા રૂૂપિયા 25,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન વુલનમીલ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા કિશન ભુરાભાઈ સાડમીયા નામના એક શખ્સને અટકાવીને તેની તલાસી લેતાં તેના કબજા માંથી જુદા જુદા ત્રણ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં પોતે બિલ રજૂ કરી શક્યો ન હતો, અને તે મોબાઇલ ચોરી કરીને મેળવેલા હોવાનું કબૂલી લીધું હતું.
તેણે મોબાઈલ ફોનની ચોરી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી કરી હોવાથી એલસીબી ની ટુકડીએ રૂૂપિયા 25,000 ની કિંમત ના ત્રણ નંગ મોબાઈલ ફોન સાથે કિશન ભુરાભાઈ ને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. ત્યાં તેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.