સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી પીએચ.ડી. સુધીની સફર ખેડનારા જયકુમાર હવે ઉપશાલા યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાશે
જસદણના આટકોટ ગામના એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયકુમાર સુરેશભાઈ જાનીની સફળતા આજે અનેક યુવાનો માટે દીવાદાંડી સમાન બની છે. અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં પિતા સુરેશભાઈ પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે અને માતા ઘરે બેસી કટલેરી તેમજ ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરી આર્થિક મદદ કરે છે. આવી નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, માતા-પિતાએ જયકુમારના શિક્ષણમાં ક્યારેય ઓટ આવવા દીધી નહીં અને પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવાનો દ્રઢ સંકલ્પ પૂરો કર્યો જયકુમારનો શૈક્ષણિક પાયો આટકોટની સરકારી પ્રાથમિક શાળામાં નખાયો હતો. તેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે તેઓ રાજકોટ આવ્યા અને આત્મીય કોલેજ ખાતેથી ગ્રેજ્યુએશનની પદવી મેળવી.
તેમની પ્રતિભા અને મહેનતને કારણે તેમને ગાંધીનગરની પ્રતિષ્ઠિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો, જ્યાંથી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યારબાદ પીએચ.ડી. જેવી સર્વોચ્ચ પદવીઓ હાંસલ કરી પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યો. આટકોટની ગલીઓમાંથી શરૂૂ થયેલી આ સફર હવે સાત સમંદર પાર પહોંચી છે. જયકુમાર આગામી મે મહિનામાં વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પૈકી એક એવી સ્વિડનની ઉપશાલા યુનિવર્સિટી ખાતે ઙજ્ઞતમિંજ્ઞભજ્ઞિંફિહ છયતયફભિવયિ તરીકે જોડાવા જઈ રહ્યા છે એક ગરીબ બ્રાહ્મણ પરિવારના દીકરાએ પોતાની મહેનત અને માતા-પિતાના આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય સ્તરે આટકોટ ગામ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, જે સાબિત કરે છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય તો ગરીબી ક્યારેય સફળતાના માર્ગમાં આડે આવતી નથી.
