જામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ

પોલીસે રૂા. 6250નો મુદ્દામાલ કબજે કર્યો જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી…

પોલીસે રૂા. 6250નો મુદ્દામાલ કબજે કર્યો

જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલી 6 મહિલાઓની અટકાયત કરી લીધી છે.

જામજોધપુર પોલીસે ગઈકાલે મોડી સાંજે ગંજીવાડા વિસ્તારમાં પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાભુબેન ભગવાનજીભાઈ વરાણીયા, મંગળાબેન ચંદુભાઈ નનેરા, પન્નાબેન રાજેશભાઈ કાનાબાર, ગીતાબેન વજુભાઈ કવૈયા, જયાબેન ચીમનભાઈ કડેચા, શારદાબેન અરવિંદભાઈ ગામી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 6,250 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *