રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોત

શાપર-વેરાવળમાં રહેતું શ્રમિક દંપતિ મજુરી કામ કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નાના ભાઈ બહેનને રમાડવા સાથે ગયેલી 10 વર્ષની બાળકી રોડ ક્રોસ કરતી હતી…

શાપર-વેરાવળમાં રહેતું શ્રમિક દંપતિ મજુરી કામ કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નાના ભાઈ બહેનને રમાડવા સાથે ગયેલી 10 વર્ષની બાળકી રોડ ક્રોસ કરતી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બાળાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં પરિવારની આશુબેન રાકેશભાઈ વસુનીયા નામની 10 વર્ષની બાળકી બે દિવસ પૂર્વે સવારના આઠેક વાગ્યાના અરસામાં રીબડા રેલવે સ્ટેશન રોડ પાસે રીક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે અજાણ્યા બાળક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીએ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મધ્યપ્રદેશનો વતની છે અને હાલ શાપરમાં રહી મજુરી કામ કરે છે. માતા પિતા મજુરી કામ કરવા જાય ત્યારે આશુબેન વસુમીયા નાના ભાઈ બહેનને રમાડવા માટે સાથે જતી હતી. ઘટનાના દિવસે માતા પિતા મજુરી કામ કરી પરત સંતાનોને લઈને આવતાં હતાં ત્યારે ઘટના ઘટની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *