13 હજારનો મુદ્દામાલ જપ્ત
આજીડેમ નજીકના સરધાર નજીક ભુપગઢ ગામ નદીના કાંઠા પાસે આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા. વધુ વિગત મુજબ,સરધાર નજીક ભુપગઢ ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. બી.એ.જોગીયા તથા દેવાંગભાઇ પાલા સહિતના સ્ટાફે ભુપગઢ ગામ નદીના કાંઠા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ભુપગઢ ગામના ભુપત ભનુભાઇ રાઠોડ, મકનપર ગામના દેવાયત જસાભાઇ આગરીયા, ચોટીલાના વડાળી ગામના જયંતી રાયધનભાઇ કુવાડીયા, કાથરોટા ગામના ચતુર અરજણભાઇ બાબરીયા, કોઠારીયા રોડ ખોડીયાર ટેકરી પાસે રહેતા અજય બાબુભાઇ ડાભી અને પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં. 5 ના નુરા હાજીભાઇ જુણેજાને પકડી લઇ રૂૂા.13,070 ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.
