રાજકોટ-અમદાવાદ હાઇવે પર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ડમ્પરના ડ્રાઈવર મામલે વૃધ્ધ પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડાયા છે અને એરપોર્ટ પોલીસે બનાવ મામલે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુ વિગતો મુજબ, બેટી રામપરા ગામે રહેતાં નાથાભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.65) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવીણ રામ મકવાણા, ટીના રામ મકવાણા (રહે. બંને બેટી ગામ), કાના રાજુ મારૂૂ અને અજાણ્યાં ત્રણ શખ્સનું નામ આપતાં એરપોર્ટ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નિવ્રુત જીવન ગાળે છે અને તેઓને સંતાનમાં બે દિકરા તથા બે દીકરી છે. ગામમાં જે રહેતો પ્રવીણ મકવાણાનો ડ્રાઇવર પહેલાં અજય નામનો યુવક હતો. જે ચાર દિવસ પહેલા ફરીયાદીનાં નાના દિકરા વિપુલના ડમ્પરમાં ડ્રાઇવર તરીકે આવેલ હોય જેનું મનદુખ આ પ્રવીણ મકવાણાને હતું.
જેના કારણે ફરીયાદીનાં દિકરા વિપુલ અને પ્રવીણ મકવાણાને પૈસાની લેતી દેતીનો પ્રશ્ન હતો જે અંગે દિકરા વિપુલ દ્વારા જણાવવામાં આવેલ કે, આરોપી પ્રવીણ મકવાણા ભુટ ભવાની હોટલ ખાતે આવેલ છે અને માથાકુટ કરે છે. ગઇ તા.20 ના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ તેઓ બાઈક લઈ રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ બુટ ભવાની હોટેલ ખાતે તેને સમજાવવા માટે ગયેલ હતાં.
ત્યારે ત્યા હોટલ ખાતે પ્રવીણ મકવાણા અને ટીના મકવાણા તથા તેનો પાર્ટનર કાન મારૂૂ પણ ત્યા હાજર હતાં.આરોપીઓ પાસે લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા હતા અને બીજા ત્રણ અજાણ્યાં શખ્સો પણ હાથમાં ધોકા પાઈપ લઈ ઊભાં હતાં. આરોપીઓ ફરીયાદીને દિકરા સાથેના મન દુખના કારણે ગાળો બોલી આપી ધોકા પાઈપ વડે હુમલો કરી દિધો હતો.
બેફામ મારમારતા તેઓ નીચે પડી ગયેલ અને જપા જપી દરમ્યાન શર્ટના ખીસ્સામાં રૂૂ.25 હજાર પડેલ હોય જે રૂૂપીયા નીચે પડી જતા આરોપી તે રૂૂપીયા લઇ ગયેલ હોવાની શંકા છે. તેમજ તેઓ નીચે પડી જતા પ્રવીણ મકવાણા કહેવા લાગેલ કે, જો આ બાબતે પોલીસ ફરીયાદ કરવા માટે જશો તો તમને હું જાનથી મારી નાખીશ તેમ કહી આરોપી બે કારમાં નાસી છૂટ્યા હતાં.બાદમાં તેઓએ 112 માં કોલ કરતાં પોલીસ દોડી આવી હતી અને ફરીયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંઘી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
