સામાપક્ષે વકીલે રિસામણે ગયેલી પત્ની, સાળી સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી
વકીલ સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ કાર્યવાહી: આરોપીઓને સકંજામાં લેવા તજવીજ
માલવીયાનગર પોલીસ મથકમાં રાત્રે એડવોકેટ હિતેષભાઈ ધીરજલાલ મકવાણા અને તેના બહેન શિતલબેન રાકેશભાઈ પારેખે એક જમાદાર અને પીએસઆઈનો કાંઠલો પકડી લીધાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જમાદાર અજયભાઈ વિકમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનની લોબીમાં હિતેષભાઈ એક મહિલા સાથે ગાળાગાળી અને ઝઘડો કરતાં હતા. જેથી તેને ઝઘડો નહીં કરવાનું કહેતાં કહ્યું કે હું વકિલ છું, મને કાયદો ન શિખવાડો. આ પછી ફરીથી મહિલા સાથે ઝઘડો શરૂૂ કરી દીધો હતો.બળ વાપરી અટકાવવા જતાં કહ્યું કે તમને બધાને કોર્ટમાં જોઈ લઈશ, તમારા વિરૂૂધ્ધ કોર્ટમાં ફરિયાદ કરીશ, હું જોવું છું મને કોણ રોકે છે.ત્યાર પછી તેની અને પીએસઆઈ ધાધલ સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો. એટલું જ નહીં તેનો કાંઠલો પકડી લીધો હતો તે વખતે શિતુલબેને આવી કહ્યું કે મારાભાઈને મુકીદે, તે વકિલ છે. આ પછી તેણે પીએસઆઈ ધાધલનો કાંઠલો પકડી લીધો હતો. એટલું જ નહીં ઝપાઝપી પણ કરી હતી. બળ પ્રયોગ કરી બંને આરોપીઓને પહેલા માળે લઈ જવાયા બાદ ફરજમાં રૂૂકાવટની ફરિયાદ નોંધાવી હતી.
સામા પક્ષે એડવોકેટ હિતેષભાઈ મકવાણા (ઉ.વ.44, રહે. રામધામ સોસાયટી શેરી નં.4, કાલાવડ રોડ)એ મયુર બોરીચા, ખુશ્બુબેન, અજયભાઈ, વિક્રમભાઈ, હિતેશભાઈ, ભાવિકાબેન અને અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત એપ્રિલ માસમાં તેનો પુત્ર સાંજ સુધી નહીં જમતા મનદુખને કારણે પત્ની બંને સંતાનોને લઈ પિયર જતી રહી હતી. 15 દિવસ પહેલાં સાળી અને તેના મિત્ર મયુર બોરીચા ઉપરાંત તેની પત્નીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી સમાધાન માટે ગઈકાલે તેણે પત્નીને કોલ કર્યો હતો. તેને મળવા બોલાવતાં સસરાના ઘરે ગયો હતો. જયાં તાળું મારેલું હોવાથી માયાણી ચોકમાં સસરાની સોડાની દુકાને ગયો હતો. જયાં સાળીને પત્ની કયાં છે તેમ પૂછતાં સરખો જવાબ આપ્યો ન હતો. તેણે ત્રણ-ચાર સોડાની બોટલ ખોલી હતી તે વખતે સાળીએ પાછળથી તેનું ટી-શર્ટ ખેંચતા સોડા-બોટલો નીચે પડી તૂટી ગઈ હતી.તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. ત્યારબાદ બાજુમાં ચાની દુકાન ધરાવતાં અજય, વિક્રમ અને હિતેષે આવી ઝપાઝપી કરી હતી. એક શખ્સે માયાણી ચોકનો ડોન છું તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય આરોપીઓએ તેને દુકાનમાંથી બહાર કાઢી ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં બેફામ ગાળો ભાંડી હતી. જેને કારણે તે અને તેની પુત્રી ડરી જતાં બૂમાબૂમ કરી હતી.
પરિણામે આસપાસના લોકોએ છોડાવ્યા હતા.આ પછી સાળીએ ધમકી આપી હતી કે લાશ પણ મળશે નહીં, મકાન અને બેન્ક ખાતા મારી બહેનના નામના છે, અમે તને, તારા પિતા, પુત્રી અને પુત્રને શુટકેસમાં પેક કરી નાંખી દેશું.મારામારી દરમિયાન તેના જમણા હાથમાં બરફ ભાંગવાના સુયાથી છરકો પડી ગયો હતો. તેને ઢસડતાં ઈજા થઈ હતી જેથી સિવીલમાં સારવાર લીધા બાદ પત્ની, સાળી સહિતના તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.
