ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ગાડી સાઇડમાં રાખવા મામલે ચાર શખ્સોએ માર મારી ડેલા પર પથ્થરના ઘા કર્યા

બહાર નીકળ આજે તો તને પતાવી દેવો છે, ધમકી આપતા ફરિયાદીએ પોલીસને બોલાવતા આરોપી ફરાર યુનિ. રોડ નિલકંઠનગરનો બનાવ, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ યુની.રોડ પર…

બહાર નીકળ આજે તો તને પતાવી દેવો છે, ધમકી આપતા ફરિયાદીએ પોલીસને બોલાવતા આરોપી ફરાર

યુનિ. રોડ નિલકંઠનગરનો બનાવ, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ

યુની.રોડ પર પટેલ ક્ધયા છાત્રાલયની સામે નીલકંઠ નગર શેરી નં-6/2 રહેતા નીલ રામદેવભાઈ ભીમાભાઈ ઓડેદરા(ઉ.વ.29)એ ગાડી સાઈડમાં પાર્ક કરવાનું કહેતા કોટકભાઈ સહિત ચાર અજાણ્યા શખ્સોએ મારમાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.આ મામલે ચારેય આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

નિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું કંટ્રકશન નુ કામ કાજ કરૂૂ છું.ગઈ તા.21/09/2025 ના રાત્રીના હુ તથા મારા કુંટુંબીજનો ઘરે હાજર હતા તે દરમ્યાન અમારી શેરી મા રહેતા કોટકભાઈ જેનુ નામ મને આવડતુ નથી તે તેના કોઈ સ્ત્રી સંબંધી સાથે ફોરવ્હીલમા બેઠા બેઠા એકધારૂૂ હોર્ન મારતા હોય અને સોસાયટીમા શેરીમાં બહુજ અવાજ થતો હોય જેથી હું બહાર નીકળી જોતા આ કોટકભાઈએ મને પોતાની ગાડીના કાચ ખોલી મારી ફોરવ્હીલ ગાડી લઈ લેવાનુ જણાવતા જેથી મે આ જગ્યા જોઈ તેમની ફોરવ્હીલ નીકળી જશે તેમ કહેતા આ અગાઉ રાત્રીના ત્રણેક વાગ્યે મારી ફોરવ્હીલ નીકળેલ નહી જેથી મે અત્યારે તમારી ગાડી નીકળી જશે તેમ કહેતા મને ધમકી ભર્યા સુર માં પોતાની ગાડી સાઈડમા રાખી લેજે નહી તો ગાડી ઉખડી જશે તેમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી.

બાદમાં કોટકભાઈ પોતાના મીત્રને લઈ ફરી પાછો અમારા ઘરની સામે પોતાની ફોરવ્હીલ મા બેસી જોરસોરથી એકધારૂૂ હોર્ન ફરી પાછુ મારતો હોય જેથી મે ફરી વખત બહાર નીકળી આ કોટકભાઈ ને અમારી ફોરવ્હીલ લઈ લીધેલ હોય તેમ છતા હવે શું છે ? શા કારણે હોર્ન મારો છો બીજા રહેવાસી ને તકલીફ પડે છે તેમ જણાવતા આ કોટકભાઈ તથા તેના મીત્ર જેનુ નામ મને આ વડતુ નથી તે પોતાનુ ટુ વ્હીલ લઈ જેની ઘોડી ચડાવી મારી સાથે બોલાચાલી કરી ગાળો આપી મારી સાથે હાથાપાય કરી ઢીકા પાટુ નો મારમારવા લાગતા મારા પિતા તથા મારી પત્ની તથા મારા માતા જેઓ મને છોડાવવા આવતા આ બન્ને જણા તેમજ આ કોટકના બીજા બે અજાણ્યા મીત્રો કે જે બાજુમા હોય જેઓ પણ આવી જઈ મારા પિતાને પણ ઢીકા પાટુ મારવા લાગતા મારા નો શર્ટ નો બટન ટુટી ગયેલ અને કપાળના ભાગે મુંઢ ઈજા થયેલ અને મારી પત્ની વચ્ચે પડતા તેને પણ વાળ ખેંચી અને ધક્કો મારી જમણા હાથની ટચલી આંગળી મા મૂંઢ સોજો ચડી ગયો હતો અને મારા માતા કે જેઓ ને સ્કોલીયોસીસ સબબ સ્પાઈનની આ અગાઉ સર્જરી કરેલ હોય જેઓ ને આ કોટક તથા તેના મીત્ર એ ધક્કો મારી નીચે જમીનના ભાગે પછાડી દીધેલ અને આ કોટકભાઈએ મને તથા મારા પીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી આ કોટકભાઈ તથા તેના ત્રણ મીત્રોએ અમારી ડેલીમા છુટા પથ્થર તથા ઈંટોના ઘા કરી બહાર નીકળ આજે તો તને પતાવી જ દેવો છે તેવી ધમકી આપતા પિતાએ તે દરમ્યાન પોલીસ ને બોલાવતા આ કોટકભાઈ તથા તેના ત્રણ મીત્રો પોત પોતાની ફોરવ્હીલ તથા ટુ વ્હીલ લઈ નાશી ગયા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *